Political/ બંગાળમાં ચૂંટણી પહેલા અભિનેત્રી પાયલે ધારણ કર્યો ભાજપનો ભગવો, હવે પાર્ટી માટે કરશે પ્રચાર

અભિનેત્રી પાયલ સરકારે ગુરુવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું

Top Stories India

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યના રાજકારણમાં ગરમાવો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની પશ્ચિમ બંગાળ એકમ ફિલ્મ સ્ટાર્સથી શણગારવા લાગી છે. આ સમયમાં અભિનેત્રી પાયલ સરકારે ગુરુવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું છે અને પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે તેમને ભાજપનો ધ્વજ આપ્યો હતો.

આપને જણાવી દઈએ કે ગઈકાલે ટીએમસી કોંગ્રેસમાં જૂન માલિયા સહિત ઘણા સિને સ્ટાર્સ ટીએમસીમાં જોડાયા હતા. આ દરમિયાન પાયલે કહ્યું કે, તે બંગાળના વિકાસ અને જનસેવા માટે ભાજપમાં આવી છે.

નોંધનીય છે કે અભિનેત્રી એવા સમયે ભાજપમાં જોડાઈ છે જ્યારે ભાજપે લક્ષ્ય સોનાર બાંગ્લા અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત રાજ્યભરમાંથી બે કરોડ લોકોને બંગાળની સુધારણા માટે સલાહ માટે પૂછવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, કોલકાતામાં જન્મેલી પાયલ સરકાર એક ભારતીય અભિનેત્રી છે જેણે બંગાળી ફિલ્મો અને હિન્દી ટીવીમાં કામ કર્યું છે. તેણે ડઝનેક બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણી વેબસીરીઝમાં પણ જોવા મળી છે. રાજ્ય ભાજપના સૂત્રોએ જણાવ્યું છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન અભિનેત્રી પાયલ સરકાર પાર્ટીની સ્ટાર પ્રચારક હશે.