દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા સાક્ષી અને તેના પતિ અજિતેશ વિવાદમાં રોજને રોજ કોઇને કોઇ વળાંક આવી રહ્યો છે. આજે પણ એક મોટો ખુલાસો થયો હોવાનુ સામે આવી રહ્યુ છે. સોશિયલ મીડિયા પર અજિતેશનાં ફોટો પર સીનૂ મિશ્રા(સાક્ષીનું ઘરનું નામ) એ ફેસબુક પર કોમેન્ટનો સ્ક્રીન શોર્ટ વાયરલ થઇ રહ્યો છે. આ સ્ક્રીન શોર્ટમાં અજિતેશને કોઇ ફોટો પર સીનૂએ બેસ્ટ પિક યો યો…. કોમેન્ટ કરી છે. જે પછી અજિતેશે સીનૂને ટેગ કરતા થૈક્સ બહેના લખ્યુ છે.
અજિતેશ પર આવેલી આ કોમેન્ટ પર હવે મોટા સવાલો ઉઠવા લાગ્યા છે. જો કે આપને જણાવી દઇએ કે, ભાજપ ધારાસભ્ય રાજેશ મિશ્રાની દિકરી સાક્ષી મિશ્રા અને અજિતેશ લગ્ન કર્યા બાદ અને ખાસ કરીને વિડિઓ વાયરલ થયા બાદ તે બંન્નેને ટ્વીટર પર લોકો ખૂબ ફોલો કરી રહ્યા છે. જેનો ફાયદો ઉઠાવવા માટે ટ્વીટર પર ફોલો વધારવા માટે ઘણા ફેક એકાઉન્ટ પણ નજર આવી રહ્યા છે. ફેક એકાઉન્ટની પુષ્ટી સાક્ષીએ પોતે પોતાના ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ મારફતે કરી. સાથે ફેક એકાઉન્ટ પર મેસેજ ન મોકલવા પણ કહ્યુ. જો કે તેના જવાબમાં સામે આવ્યુ કે, શું તુ કોઇ કલેક્ટર છે કે અમે તારી વાતને માનીએ.
આપને જણાવી દઇએ કે, સાક્ષી અને અજિતેશનાં લગ્નની ચર્ચા સમગ્ર દેશમાં ચાલી રહી છે. ત્યારે દેશમાં ઘણા લોકો એવા પણ છે કે જે આનો પૂરો ફાયદો ઉઠાવી ફેક એકાઉન્ટ તૈયાર કરી રહ્યા છે, જેનો મૂળ ઉદ્દેશ તો લાઇક અને ફોલોનો જ છે. સાક્ષી મિશ્રાનાં ટ્વીટર એકાઉન્ટની વાત કરીએ તો તેનું અસલી ટ્વીટર એકાઉન્ટ (@ i_ sakshimishra) છે. જેને 2015માં બનાવવામાં આવ્યુ હતુ. આ એકાઉન્ટની પ્રોફાઇલમાં ડોટર ઓફ ભાજપ એમએલએ રાજેશ, ઓફિસિયલ એકાઉનટ લખ્યુ છે. આ એકાઉન્ટ પર મંગળવાર સુધી 1203 ફોલોઅર્સ નજર આવી રહ્યા હતા. જ્યારે ફેક એકાઉન્ટ સાક્ષી ફેન ક્લબ , સાક્ષી મિશ્રા અને અન્ય મળતાવળા નામથી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
