Not Set/ હાથથી ખેતર ખેડતી બે યુવતીઓને સોનુ સૂદે આપી મોટી ભેટ

  બોલિવૂડ એક્ટર સોનુ સૂદ લોકોની મદદ કરીને સતત ચર્ચામાં બની રહ્યા છે. સોનુ સૂદે ફરી એક વખતે કંઇક એવુ કામ કર્યું છે, જેના કારણે તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે. સોનુ સૂદે પોતાના હાથથી હળ ચલાવીને ખેતર ખેડતી બે છોકરીઓને ટ્રેક્ટર ગિફ્ટ કર્યું છે. સોનુ સૂદેએ સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોને જોયા બાદ […]

Uncategorized
 

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ લોકોની મદદ કરીને સતત ચર્ચામાં બની રહ્યા છે. સોનુ સૂદે ફરી એક વખતે કંઇક એવુ કામ કર્યું છે, જેના કારણે તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે. સોનુ સૂદે પોતાના હાથથી હળ ચલાવીને ખેતર ખેડતી બે છોકરીઓને ટ્રેક્ટર ગિફ્ટ કર્યું છે. સોનુ સૂદેએ સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોને જોયા બાદ આ મોટું કામ કર્યું છે.

આ યુવતીઓ આંધ્રપ્રદેશની રહેવાસી છે. આ છોકરીઓનાં પિતા આંધ્રપ્રદેશનાં ચિત્તૂરમાં ચા ની દુકાન ચલાવતા હતા, પરંતુ કોરોના વાયરસ જેવી સમસ્યાઓ વચ્ચે તે બેરોજગાર બની ગયા છે. આ પછી તેમણે નાના ખેતરમાં પાક ઉગાડવાનું નક્કી કર્યું, પરંતુ તેમની પાસે અન્ય કોઈ સંસાધનો નહોતા. બંને પુત્રીઓએ અભ્યાસ છોડી અને સહાય કરવાનું નક્કી કર્યું. વેનેલા અને ચંદનાએ પરિવારની મદદ કરીને ખેતરોમાં કામ કરવાનું શરૂ કર્યું. હળ ખેડવા માટે કોઈ સાધન ન હતું, તેથી બંનેએ હાથથી જ ખેતર ખેડવાનુ શરૂ કર્યું.

તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. સોનુ સૂદે આ વીડિયો જોઈને બંનેને મદદ કરવાનું વચન આપ્યું હતું. અને વચન મુજબ, આ યુવતીઓનાં પરિવાર માટે એક નવું ટ્રેક્ટર પણ ઉપલબ્ધ કરાવ્યુ હતુ. સોનુ સૂદે સંદેશ પણ આપ્યો હતો કે ટ્રેક્ટર દ્વારા ખેતી કરવામાં આવશે. છોકરીઓને વાંચવા દો. સોનુ સૂદનાં આ પગલાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકો તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.