Not Set/ કરીના કપૂર ખાનને હિન્દી મીડીયમ 2 માં કામ કરવાથી કર્યો ઇનકાર, જાણો શું છે કારણ

મુંબઇ, બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર આજકાલ તેની ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ના શૂટિંગમાં બિજી છે. થોડા દિવસ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે કરીના કપૂર ટૂંક સમયમાં જ ઈરફાન ખાનની ફિલ્મ હિન્દી મીડીયમની સિક્વલમાં જોવા મળશે. પરંતુ તાજા અહેવાલ મુજબ કરીના કપૂરે આ ફિલ્મમાં કામ કરવાથી ઇનકાર કર્યો છે. અહેવાલો મુજબ, કરીના કપૂરને ફિલ્મ હિન્દી મીડિયમ […]

Uncategorized

મુંબઇ,

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર આજકાલ તેની ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ના શૂટિંગમાં બિજી છે. થોડા દિવસ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે કરીના કપૂર ટૂંક સમયમાં જ ઈરફાન ખાનની ફિલ્મ હિન્દી મીડીયમની સિક્વલમાં જોવા મળશે. પરંતુ તાજા અહેવાલ મુજબ કરીના કપૂરે આ ફિલ્મમાં કામ કરવાથી ઇનકાર કર્યો છે.

અહેવાલો મુજબ, કરીના કપૂરને ફિલ્મ હિન્દી મીડિયમ 2 ની સ્ક્રિપ્ટ પસંદ આવી હતી, પરંતુ તેમના નિર્માતાઓના સાથે ફીસના કારણે વાત બની શકી નથી. જેના કારણે તેઓ તેને સાઇન કરવાથી ઇનકાર કર્યો છે. કરીના કપૂરે ફિલ્મ માટે 8 કરોડની માંગ કરી હતી, પરંતુ ફિલ્મના પ્રોડ્યુસર્સને તે મંજૂર નહોતી. ફિલ્મના નિર્માતા કરીના કપૂર ખાનને 5 કરોડ રૂપિયા આપવા તૈયાર હતા, પરંતુ એટલી ફીસમાં કામ કરવા માટે કરીનાએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

સમાચાર અનુસાર, હવે પ્રોડક્શન ટીમએ કરીનાની જગ્યા નવા ચહેરાની શોધ પર કામ શરુ કર્યું છે. આ ફિલ્મ માટે નિર્માતાઓની આગમી પસંદગી રાધિકા આપ્ટે છે. પરંતુ અત્યાર સુધી રાધિકાએ પણ ફિલ્મ સાઇન કરી નથી.

કરીના કપૂર હાલ કારણ જોહરના બેનર હેઠળ બની રહેલ ફિલ્મ ગુડ ન્યુઝ માં વ્યસ્ત છે. ત્યારબાદ તે કરણ જોહરનું જ તખ્ત શરૂ કરશે. તખ્ત એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે, જેમાં રણવીર સિંહ, અનિલ કપૂર, જહાનવી કપૂર અને ભૂમિ પેડનેકર જેવા કલાકારો છે.