ગાંધીનગર,
લોકસભાને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાની કામગીરી શરૂ કરી દીધી છે, ત્યારે 28 ફેબ્રુઆરીના દિવસે ગાંધીનગર ખાતે આવેલ સ્ટાફ ટ્રેનિંગ કોલેજમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા હાજરી આપી.
ત્યારે ભાજપના કેન્દ્રીય કાર્યક્રમોમાં ભારત કે મન કી બાત-મોદી કે સાથ, મેરા પરીવાર-ભાજપા પરીવાર, સંપર્ક અભિયાન, કમળ જ્યોતિ” કાર્યક્રમો ઉપરાંત શહિદોને શ્રદ્ધાંજલિ અને ભારતીય વાયુ સેનાના સૈનિકોને વંદન અને અભિનંદન સાથેના કાર્યક્રમો પ્રજાની વચ્ચે, પ્રજાની પડખે રહીને ભાજપના કાર્યકર્તાઓ કરી રહ્યાં છે.
ત્યારે હવે 02 માર્ચના રોજ ગુજરાતની 182 વિધાનસભામાં વિજ્ય સંકલ્પ બાઈક રેલી યોજાશે. તે પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તા.28મી ફેબ્રુઆરીના રોજ સંગઠન સંવાદ કાર્યક્રમ અંતર્ગત કાર્યકર્તાઓની સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના 451 સ્થળે સંગઠન સંવાદ કરવામાં આવ્યો હતો.જેમાં ગાંધીનગર ખાતે આવેલ સ્ટાફ ટ્રેનિંગ કોલેજ માં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
