Surat News: સુરતમાં નવરાત્રિ મહોત્સવને લઈને મોટા ગરબા આયોજકોએ ખેલૈયાઓની સુરક્ષા અને સંભવિત નુકસાન સામે આર્થિક રક્ષણ માટે કરોડો રૂપિયાનું વીમા કવચ (Surat Garba Insurance) લીધું છે. મળતી માહિતી મુજબ, શહેરના છ મોટા આયોજકોએ મળીને ₹250 કરોડથી વધુનો વીમો લીધો છે. એક આયોજકનું વીમા કવર ₹100 કરોડથી વધુ હોવાનું પણ જણાવાયું છે.
Surat Garba Insurance: છ મોટા આયોજકોએ લીધો વીમો
તોરિન વેલ્થ મેનેજમેન્ટના ફાઉન્ડર જિગ્નેશ માધવાણીના જણાવ્યા અનુસાર, આ વર્ષે આયોજકોમાં વીમા અંગે વધુ જાગૃતિ જોવા મળી રહી છે. ગ્લોબલ ગરબા વિલેજ, સુવર્ણ, વાયપીડી સહિતના મોટા ગરબા આયોજકો અને અડાજણ તથા લિંબાયત વિસ્તારના આયોજકોએ વિવિધ પ્રકારના વીમા લીધા છે.
આયોજનના કદ પ્રમાણે ₹10 કરોડ, ₹25 કરોડ, ₹50 કરોડ અને ₹100 કરોડથી વધુના વીમા કવચનો સમાવેશ થાય છે. (₹250 Crore Insurance)
આગ, અકસ્માત અને કાનૂની જવાબદારી સામે રક્ષણ
આ વીમા યોજનાઓમાં આગ, અકસ્માત, સંપત્તિને નુકસાન, જાનહાનિ અને થર્ડ-પાર્ટી લાયબિલિટી જેવા સંભવિત જોખમોનો સમાવેશ થતો હોવાનું જણાવાયું છે (Garba Safety Measures). કાર્યક્રમ અનિવાર્ય કારણોસર રદ થાય તો ઇવેન્ટ કેન્સલેશન કવર હેઠળ થતા નુકસાનની ભરપાઈની જોગવાઈ પણ કેટલીક પોલિસીમાં હોઈ શકે છે. (Event Insurance Gujarat)
આ ઉપરાંત, ખાદ્યપદાર્થો અથવા આયોજન સંબંધિત બેદરકારીના વિવાદોમાં કાનૂની ખર્ચ અને વળતરની જવાબદારી સામે પણ વીમા કવચ લેવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
વરસાદના જોખમ અંગે ખાસ જોગવાઈ
અહેવાલ મુજબ, આ વર્ષની કેટલીક વીમા પોલિસીમાં વરસાદથી થતા નુકસાનને કવરેજમાંથી બાકાત રાખવામાં આવ્યું છે. તેથી આયોજકો દ્વારા ખેલૈયાઓની સુવિધા માટે વોટરપ્રૂફ અને ફાયરપ્રૂફ ડોમ તથા ટેન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
જોકે, દરેક પોલિસીમાં કયા જોખમો આવરી લેવાયા છે અને કઈ શરતો લાગુ પડે છે તે અલગ હોઈ શકે છે. આથી વીમાની ચોક્કસ શરતોની પુષ્ટિ જરૂરી છે.
આ પણ વાંચો: શોરૂમનો વીમો લેવાનો ઇનકાર કર્યો તો કારની ડિલિવરી રોકી શકાય? જાણો ગ્રાહકના અધિકારો
આ પણ વાંચો: વાહનનો વીમો નહીં હોય તો પેટ્રોલ નહીં મળે! સુપ્રીમ કોર્ટે આપ્યું મોટું સૂચન, ANPR કેમેરાથી થશે તપાસ
આ પણ વાંચો: બૅન્કોની દાદાગીરી પર RBI નો હથોડો! મરજી વગર વીમો આપ્યો તો ચૂકવવું પડશે વળતર
