Business News/ બૅન્કોની દાદાગીરી પર RBI નો હથોડો! મરજી વગર વીમો આપ્યો તો ચૂકવવું પડશે વળતર

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) એ કોમર્શિયલ બૅન્કો દ્વારા લોન સાથે બળજબરીપૂર્વક મોંઘો વીમો પધરાવવાની પ્રથા (મિસ-સેલિંગ) અને 11 ડિજિટલ ડાર્ક પેટર્ન પર પ્રતિબંધ મૂક્યો છે. 1 જાન્યુઆરી 2027 થી બદલાનારા નિયમો વાંચો.

Top Stories Business
RBI

RBI New Banking Rules 2026: જો તમે બૅન્કો દ્વારા લોન લેતી વખતે મરજી વિરુદ્ધ મોંઘી ઇન્સ્યોરન્સ પોલિસી પધરાવી દેવાની જોહુકમીથી પરેશાન હોવ, તો હવે રાહતના સમાચાર છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) એ બૅન્કોની આવી દબાણપૂર્વકની રણનીતિઓ અને ડિજિટલ છેતરપિંડી પર હંમેશા માટે પ્રતિબંધ મૂકી દીધો છે. RBIએ 15 June 2026 ના રોજ ‘રિસ્પોન્સિબલ બિઝનેસ કંડક્ટ સુધારા માર્ગદર્શિકા’ જાહેર કરી છે, જે 1 January 2027 થી સમગ્ર દેશમાં અમલમાં આવશે.

કાનૂની રીતે ‘મિસ-સેલિંગની વ્યાખ્યા અને રિફંડ પોલિસી

RBIએ પ્રથમ વખત મિસ-સેલિંગને કાયદાકીય દાયરામાં લાવી આ 5 પરિસ્થિતિઓ નક્કી કરી છે:

ગ્રાહકની પ્રોફાઇલને મેચ ન થતી પ્રોડક્ટ પધરાવવી કે ખોટી-અધૂરી માહિતી આપવી.

ગ્રાહકની સ્પષ્ટ ડિજિટલ કે લેખિત મંજૂરી વિના કોઈ પણ સર્વિસ એક્ટિવેટ કરવી.

લોન આપવાની શરત તરીકે મોંઘો વીમો લેવાની ફરજ પાડવી (કમ્પલસરી બંડલિંગ).

SEBI, IRDAI કે PFRDA ના નિયમોનું ઉલ્લંઘન કરવું.

જો બૅન્ક દ્વારા મિસ-સેલિંગ સાબિત થશે, તો બૅન્કે ગ્રાહક પાસેથી લીધેલી પૂરેપૂરી રકમ વળતર સાથે પરત કરવી પડશે. ગ્રાહકો કરાર મળ્યાના 30 દિવસમાં ફરિયાદ કરી શકશે.

લોન સાથે વીમો ફરજિયાત નહીં

હવેથી બૅન્કો લોન આપવા માટે પોતાની જ પાર્ટનર કંપનીનો વીમો લેવાનું દબાણ નહીં કરી શકે. જો વીમો જરૂરી હશે, તો પણ ગ્રાહક માર્કેટમાંથી ગમે તે કંપનીનો પ્લાન લેવા સ્વતંત્ર છે. આ સિવાય બૅન્કો ફોર્મ પર પહેલાથી ‘ટીક કરેલા બોક્સ’ રાખી શકશે નહીં. મોબાઇલ એપ કે ઇન્ટરનેટ બૅન્કિંગમાં બાય-ડિફોલ્ટ ઓપ્શન ‘No’ અથવા ‘હું સહમત નથી’ જ રાખવો પડશે, ગ્રાહકે પોતે સક્રિય થઈને ‘Yes’ કરવું પડશે.

લોન એજન્ટો માટે નવા નિયમો અને 11 ‘ડાર્ક પેટર્ન’ પર રોક

લોન એજન્ટો ગ્રાહકોને માત્ર સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી જ ફોન કરી શકશે. મંજૂરી વગર ઘર કે ઓફિસ જઈ શકાશે નહીં. બ્રાન્ચમાં બેસતા થર્ડ-પાર્ટી એજન્ટોનો ડ્રેસ કોડ અને આઈડી કાર્ડ અલગ રાખવો પડશે.

RBI એ કાઉન્ટડાઉન ટાઈમર બતાવી ખોટી ઉતાવળ કરાવવી (False Urgency), છૂપી રીતે કાર્ડ એડ કરવું (Basket Sneaking), અટપટી ભાષા વાપરવી (Trick Wording) અને સબ્સ્ક્રિપ્શન ટ્રેપ જેવી 11 ડિજિટલ ચાલબાજીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની કડક ચેતવણી બાદ આરબીઆઇએ આ મોટું પગલું ભર્યું છે.


આ પણ વાંચો :RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટ 5.25% પર રાખ્યો યથાવત,GDP ગ્રોથનું અનુમાન ઘટાડ્યું

આ પણ વાંચો :ઈરાન યુદ્ધના લીધે ભારતમાં મોંઘવારી વધશે અને GDP ગ્રોથ ઘટશે, RBI એ જાહેર કર્યો નવો રિપોર્ટ

આ પણ વાંચો :રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએ! RBIએ $12 બિલિયનનું સોનું વેચ્યું હોવાના અહેવાલથી બજારમાં ખળભળાટ