Surat News/ સુરત મનપાના સહકારથી બિહાર વિકાસ મંડળ દ્વારા છઠ પૂજાનું આયોજન

છઠ પૂજામાં હજારોની સખ્યામાં લોકો ભેગા થાય છે

Top Stories Gujarat Surat

Surat News: સુરત (Sura) શહેર મનપાના (SMC) સહકારથી બિહાર વિકાસ મંડળ દ્વારા છઠ પૂજાનું (Chhath Puja) આયોજન કરવામાં આવ્યું છે. વિયર કમ કોઝવે તાપી નદી ઘાટ પર જગમાંગતી રોશની પાંડળ ભવ્ય મંચ તથા સંગીત સંસ્કૃતિ સાથે ચૈત્રી છઠ પૂજા ઉજવવામાં આવશે.

સુરત એક મીની ભારત તરીકે ઓળખાય છે અને સુરત ખાતે બિહાર, ઝારખંડ સાથે અન્ય વિવિધ રાજ્યમાંથી રોજગાર માટે લોકો સુરત આવીને વસેલા છે ત્યારે પોતાના પરિવારની સાથે મોટી સંખ્યામાં લોકો સુરત ખાતે છઠપૂજાની ઉજવણી કરે છે. છઠ પૂજા અંગે બિહાર વિકાસ બોર્ડના પ્રમુખ પ્રભુનાથ પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે દર વર્ષે સુરતમાં બે મહા પૂજા થાય છે. જેમાંની એક પૂજા આજે છે.

બિહાર વિકાસ મંડળ દ્વારા વીયર કમ કોઝવે ખાતે સૂર્ય છઠ પૂજાની ભવ્ય તૈયારી કરવામાં આવી સુરતમાં ધામધૂમથી છઠ પૂજા કરવામાં આવે છે, સૂર્યની ઉપાસના મહાપર્વનો પ્રારંભ થયો છે. પૂર્વોત્તર રાજ્યના હિંદુઓનો આ એકમાત્ર તહેવાર છે, જેમાં પહેલા અસ્ત થતા સૂર્યની પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ બીજા દિવસે સાંજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે.

છઠ પૂજામાં હજારોની સખ્યામાં લોકો ભેગા થાય છે અને આ તહેવારમાં ઉત્તરોત્તર વધતા જાય છે આમ જોવા જઈએ તો સૂર્ય છઠ પૂજા વર્ષ માં બે વાર આયોજન વિયર કમ કૉજવે પર થાય છે કાર્તિકેય માં બિહાર ના તમામ ઘરે ઘરે થાય છે ત્યારે જેની મન્નત પુરી થઈ હોય તેવા વ્યક્તિ ભૂખ્યા પ્યાસાં રહી સાથે 36 કલાક નિર્જળા ઉપવાસ રાખી અસ્ત સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે બીજા દિવસે સૂર્યોદયના સૂર્ય ની અર્ઘ્ય અર્પણ કરી પારણ કરવા માં આવે છે.

છઠ પૂજાના આ તહેવારમાં કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે.આ તહેવાર ધૂમધામ થી ઉજવવામાં આવે છે, છઠ પૂજાની પૂર્ણ તૈયારી તાપી નદી ના કિનારે મંડળ દ્વારા વનસ્પતિઓ, ઘાસની કટીંગ કરી (સિરસોખાતા) જૂની ડેરીઓ રિનિવેશન તથા નવી માટી ના ડેરીઓ બનાવી રંગારંગ કરી ગોઠવવામાં આવી છે. ડેકોરેશન, લાઈટ, પીવાનું પાણીની વ્યવસ્થા વગેરેનું આયોજન કરાશે. દૂરદરાસ ભક્તો જનોને માટે પંડાળ, મંડળ ગદા, સિક્યુરિટીગાર્ડની વ્યવસ્થા થઇ કરવામાં આવી છે,મંડળ કાર્યકર્તાઓ અને મનપા દ્ધારા નદી કિનારે ઘાટની સાફ સફાઈ પણ પૂર્ણ થઈ છે.આ અવસર પર બિહાર વિકાસ મંડળ દ્ધારા આમંત્રિત સાધુ-સંતો અને વિભિન્ન સંપ્રદાય-સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહી સૂર્ય છઠમાતા અને તાપી માતા પૂજન આરતી નો લાભ લેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરતમાં કાકરાપાર જમણાકાંઠા નહેરમાં નાહવા પડેલા બે યુવક ડૂબ્યા, એકનું મોત

આ પણ વાંચોઃસુરત એરપોર્ટ પર 25 US વિઝા ધારક પેસેન્જર્સ અટવાયા

આ પણ વાંચોઃસુરતના અશ્વની કુમાર સ્મશાન ગૃહની દાદાગીરી, દિવાળીમાં મહેમાનોને આવાનો સમય છે કહી અગ્નિસંસ્કારની કરી મનાઈ