Surat News/ સુરતના અશ્વની કુમાર સ્મશાન ગૃહની દાદાગીરી, દિવાળીમાં મહેમાનોને આવાનો સમય છે કહી અગ્નિસંસ્કારની કરી મનાઈ

સુરતમાં દિવાળીના દિવસે અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં મૃતદેહ લઈ આવેલા પરિજનને

Top Stories Gujarat Surat

Surat News: સુરતનું (Surat) અશ્વની કુમાર સ્મશાન ગૃહે (Cremation house) માનવતાને નેવે મૂકતા ખળભળાટ મચી ગયો છે. દિવાળીમાં મૃતદેહને સ્મશાસન લઈ આવતા પરિવારને અગ્નિસંસ્કાર માટે ના પાડતા સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

હિંદુ રીતિરિવાજ મુજબ સુરતમાં દિવાળીના દિવસે અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં મૃતદેહ લઈ આવેલા પરિજનને અગ્નિસંસ્કાર માટે ના પાડી હતી. દિવાળીમાં મૃતદેહનો અગ્નિસંસ્કાર માટે ના પાડતા મૃતકના પરિવારના લોકો રોષે ભરાયા હતા. માહિતી મુજબ સ્મશાન ગૃહ તરફથી માણસો રજા પર છે અને તમે મૃતદેહ લાવો છો કહી ના પાડી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ (Video Viral) થયો હતો.

વીડિયોમાં દિવાળીમાં મહેમાનોને આવાનો સમય છે અને તમે મૃતદેહ લઇને આવો છો, દિવાળીની રજામાં મરવું નહીં તેવું કહ્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સ્મશાનગૃહવાળાની દાદાગીરીને કારણે મૃતદેહ લાવેલો પરિવાર કલાકો સુધી અટવાતો રહ્યો હતો. કુદરતના હાથમાં મૃત્યુ હોય ત્યારે માણસે કેલેન્ડર જોઈને મરવાનો વારો આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરત ક્રિકેટ સ્ટેડિયમના પ્રમુખ સામે ફરિયાદના કેસમાં તપાસ શરૂ

આ પણ વાંચો:સુરતમાં દીપડો સાત વર્ષના બાળકને ખેચી ગયો, કુટુંબ આઘાતમાં

આ પણ વાંચો:સુરતના નકલી PSIને ભાવનગર પોલીસે ઝડપ્યો, સોનીને ધમકી આપી રૂપિયા પડાવતો