Rajkot News/ રાજકોટમાં દિવાળીની રાતે નબીરાએ ચલાવી બેફામ કાર,અકસ્માત સર્જાતા 6 લોકો ઈજાગ્રસ્ત

રાજકોટ શહેરમાં દિવાળીની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજકોટ શહેરમાં દિવાળીની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાળા રંગની ફોર્ચ્યુનર કારના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને અકસ્માત સર્જ્યો હતો, જેના કારણે 8 થી 9 જેટલા વાહનોને નુકસાન થયું હતું. જેના કારણે 5 થી 6 લોકો ઘાયલ થયા હતા અને વાહનોને નુકસાન થયું હતું. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. અકસ્માત સર્જનાર ડ્રાઈવરની ઓળખ હિરેન પ્રસાદિયા તરીકે થઈ છે, જે દારૂના નશામાં હોવાનું કહેવાય છે.

ટુ-વ્હીલરનો કચ્ચરઘાણ નીકળી ગયો

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 110, 281, 125 (A) (B) અને M.V હેઠળ FIR નોંધવામાં આવી હતી. હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. એક્ટની કલમ 185, 177, 184 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, શહેરના મધ્યમાં કાલાવડ રોડ પર ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર કોટેચા ચોક પાસે 11 વાગ્યાના સુમારે કાળા રંગની ફોર્ચ્યુનર કારના ચાલકે 8 થી 9 જેટલા વાહનોને ટક્કર મારી હતી. જેના કારણે વાહનોને નુકસાન થયું હતું પરંતુ સાથે જ 6 થી 7 લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે એક કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો અને બાદમાં પોલીસે ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.

ટક્કર મારતા કારોને મોટું નુકસાન પહોંચ્યું

આ સાથે અકસ્માત કરનાર ફોર્ચ્યુનર કાર નંબર જીજે.18.બીજે.9999ના ચાલકની માલવિયાનગર પોલીસે સ્થળ પરથી અટકાયત કરી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં અકસ્માત કરનાર કાર ચાલકનું નામ હિરેન પ્રસાદિયા હોવાનું સામે આવ્યું છે. સ્થળ પર હાજર લોકોનો આક્ષેપ છે કે, કારચાલક નશાની હાલતમાં હતો. જો કે, તે નશાની હાલતમાં હતો કે કેમ તે ચકાસવા પોલીસ દ્વારા મેડિકલ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણમાં અકસ્માત સર્જાતા એક જ પરિવારના ચાર લોકોના મોત, દિવાળી પરિવાર માટે લાવી શોક

આ પણ વાંચો:રાજ્યમાં કાળી ચૌદસ વસમી નીકળી, વિવિધ અકસ્માતમાં ચારનાં મોત

આ પણ વાંચો:અમદાવાદ-સુરતમાં ત્રણ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત