Ahmedabad News/ અમદાવાદ-સુરતમાં ત્રણ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત

અમદાવાદમાં નેશનલ હાઇવે (National Highway) પર હિટ એન્ડ રન(Hit and Run)માં એકનું મોત થયું છે. બગોદરા લીંબડી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. બગોદરા ટોલ ટેક્સ પાસે મધરાત્રિએ આ ઘટના બની હતી. વાહનચાલકે રાહદારીને હડફેટે લેતા તેનું મોત થયું હતું. અજાણ્યો વાહનચાલક રાહદારીને હડફેટે લઈને ભાગી ગયો હતો.

Gujarat Ahmedabad Surat Breaking News

Ahmedabad News: અમદાવાદમાં નેશનલ હાઇવે (National Highway) પર હિટ એન્ડ રન(Hit and Run)માં એકનું મોત થયું છે. બગોદરા લીંબડી હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. બગોદરા ટોલ ટેક્સ પાસે મધરાત્રિએ આ ઘટના બની હતી. વાહનચાલકે રાહદારીને હડફેટે લેતા તેનું મોત થયું હતું. અજાણ્યો વાહનચાલક રાહદારીને હડફેટે લઈને ભાગી ગયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેણે મૃતકનું પંચનામુ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બગોદરા સામૂહિક આરોગ્ય મોકલી આપીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત થતાં ગામ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. મૃતક બગોદરા ગામનો ભીમજીભાઈ હરજીભાઈ વીરગામા હતો. પોલીસને વિશ્વાસ છે કે વાહનચાલકે ટોલ ટેક્સ તો ચોક્કસ ભર્યો હશે અને તેથી સીસીટીવી ફૂટેજના આધારે તેને ઓળખીને પકડી લેવાશે. તેના પછી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સુરતમાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. કાર અને મોટર સાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતવાળી કારમાંથી ભાજપનો ખેસ મળી આવ્યો છે. સુરતના રીંગરોડ પરના ફ્લાય ઓવરબ્રિજ પર કારચાલકે મોટર સાઇકલિસ્ટને ટક્કર મારતા તેનું મોત થયું છે. અકસ્માત બાદ કારચાલક ફરાર થયો હતો. ચોક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. વહેલી સવારે થયેલા અકસ્માતમાં કારચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. તેના પગલે તેની કાર ડીવાઇડર કૂદીને સામેથી આવતી મોટરસાઇકલને હડફેટે લીધી હતી. તેના કારણે મોટરસાઇકલ ચાલક ગુલાટિયા ખાઈને બ્રીજના બાજુના ભાગે જઈ પટકાયો હતો. ગંભીર ઇજાના લીધે તેનું કમકમાટીભર્યુ મોત થયું હતું.

પોલીસનું માનવું છે કે કારચાલક નશામાં હોય તેવી પૂરેપૂરી સંભાવના છે. પોલીસે ગણતરીના કલાકમાં આરોપીની અટકાયત કરી હતી. કારચાલક તેની કાર પણ ત્યાં મૂકીને ભાગી ગયો હતો. અકસ્માત સર્જનારી કાર સ્કોડા કાર હતી, કાર ફૂલઝડપે હોવાથી કારના એરબેગ ખૂલી જતા કારચાલક બચી ગયો હતો. ઘટનાની જાણ થતા સાલબતપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગણતરીના કલાકોમાં આરોપીને પકડયો હતો.

મૃત્યુ પામેલો બાઇકચાલક કાપડનો વેપારી હતો. સ્કોડા કારચાલક દેવ કેતનભાઈ ઠેરની અટકાયત કરવામાં આવી છે. આરોપી કારચાલક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપીની મેડિકલ તપાસ કરીને નશા અંગે તપાસ કરાશે. આરટીઓને જાણ કરીને કારની સ્પીડ ચેક કરાશે. આરોપીની સામે ઉમરા અને પાલ સહિતના પોલીસમથકમાં ગુનાઓ નોંધાયા છે. આરોપીએ પેટ્રોલ પંપ સળગાવવાના પ્રયત્નો કર્યા છે. કારમાં કોલ્ડડ્રિન્ક્સની બોટલ, ગ્લાસ અને સિગરેટનું પેકેટ જોવા મળ્યું હતું. ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરવામાં આવી હતી.

સુરતમાં પિકઅપ ટેમ્પો ચાલક બેફામ બન્યો હતો. ટેમ્પોએ બાઇકને ઉડાવી દેતા એકનું મોત થયું હતું. મુંબઈથી દીકરીને મળવા સુરત મળવા આવેલી માતા અકસ્માતમાં મોતને ભેટી હતી. માતા દીકરીને કરવા ચોથની સામગ્રી આપવા આવી હતી. દીકરીની માતા બાઇક પર જઈ રહીહતી ત્યારે ટેમ્પોએ બાઇકને હડફેટે લીધુ હતુ. ટેમ્પોએ બાઇક સવારને હડફેટે લીધુ હતુ. તેમા દીકરીની માતાનું ઘટનાસ્થળે મોતનીપજ્યું હતું. અકસ્માત અંગે પૂણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જમાઈ સાસુ સાથે બાઇક પર જતા હતા. તે સમયે બેફામ વાહન હંકારતા ટેમ્પો ચાલકે તેમને ટક્કર મારી હતી. સદનસીબે જમાઈને બચાવ થયો હતો, પરંતુ સાસુનું જમાઈની નજર સામે જ મોત થયું હતું. સાસુ વળતી ટ્રેન પકડીને મુંબઈ પરત જવાના હતા, પરંતુ તે મુંબઈ ઘરે પરત ફરે તે પહેલા તેમનું મોત નીપજ્યું હતું.

આ ઉપરાંત બનાસકાંઠામાં પાલનપુર-આબુ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. હનુમાન ટેકરી ખાતે ટ્રકનો કસ્માત સર્જાયો હતો. વહેલી સવારે ટ્રકે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. ટ્રકે પલ્ટી મારતા સામાન હાઇવે પર વિખેરાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ટ્રકમાં ભરેલા કાર્ટન રસ્તા પર વિખેરાયા હતા. વહેલી સવારે ટ્રક ચાલકને ઝોકું આવી જતાં ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નેતાન્યાહુના ઘર પર રોકેટથી હુમલો, ઈઝરાયેલી સેનાએ વળતો જવાબ આપ્યો, 100થી વધુના મોત

આ પણ વાંચો:ભાભીના પ્રેમમાં પાગલ દિયરે ભાઈને મોતને ઘાટ ઉતાર્યો

આ પણ વાંચો:સુરતમાં બાળક રમતા રમતા ચોથા માળેથી નીચે પટકાતા મોત