Vadodara News/ વડોદરામાં સાવકા પિતાના સગીર દીકરી સાથે અશ્લીલ અડપલાં

સાવકા પિતાએ સગીરા (Minor Girl) સાથે અશ્લીલ હરકતો અને શારીરિક અડપલાં (Obscene Act)કરવાનું શરૂ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે

Gujarat Vadodara
એક સાવકા પિતા (Stepfather)એ પોતાની સગીર દીકરી સાથે અશ્લીલ હરકતો અને શારીરિક અડપલાં (Obscene Act)કર્યા હોવાનો આરોપ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે

Vadodara News : વડોદરા (Vadodara)ના માંજલપુર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. એક સાવકા પિતા (Stepfather)એ પોતાની સગીર દીકરી સાથે અશ્લીલ હરકતો અને શારીરિક અડપલાં (Obscene Act)કર્યા હોવાનો આરોપ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.

મળતી માહિતી મુજબ, માંજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલા પોતાના બીજા પતિ અને સગીર દીકરી સાથે ભાડાના મકાનમાં રહે છે. સગીરા મહિલાના અગાઉના લગ્નમાંથી જન્મેલી દીકરી હોવાનું જાણવા મળ્યું છે. મહિલા નોકરીએ જતી હોવાથી ઘરમાં ઘણીવાર સગીરા અને તેનો સાવકો પિતા  એકલા રહેતા હતા.

સાવકા પિતાએ સગીરા સાથે અશ્લીલ હરકતો અને શારીરિક અડપલાં (Obscene Act)કરવાનું શરૂ કર્યું

આ પરિસ્થિતિનો લાભ લઈને સાવકા પિતાએ સગીરા સાથે અશ્લીલ હરકતો અને શારીરિક અડપલાં (Obscene Act)કરવાનું શરૂ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપીએ સગીરાને ધમકી પણ આપી હતી કે જો આ વાત કોઈને કહેશે તો તેને જાનથી મારી નાખશે.

લાંબા સમયથી ચાલતા માનસિક ત્રાસ અને ભયના માહોલ વચ્ચે આખરે સગીરા એ પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી હતી. દીકરી પાસેથી ઘટનાની જાણ થતાં માતા આઘાતમાં આવી ગઈ હતી. ત્યારબાદ મહિલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાથે જ આરોપીની શોધખોળ હાથ ધરી વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : શિક્ષકે વિદ્યાર્થિની પર શારીરિક અડપલાં કર્યા, શાળા સંચાલકોએ આરોપી શિક્ષકને નોકરીમાંથી કાઢીને કર્યો લૂલો બચાવ

આ પણ વાંચો : તાંત્રિક વિધિના નામે મહિલા પર દુષ્કર્મ:ઘરનો દરવાજો બંધ કરી શારીરિક અડપલાં કર્યાં

આ પણ વાંચો : રાજકોટમાં માતા અને પુત્રી સાથે કરાયા શારીરિક અડપલાં