Fertility Treatment Guide: ફર્ટિલિટી (Fertility)સંબંધિત સમસ્યાઓ આજના સમયમાં સામાન્ય બની રહી છે. વધતો તણાવ, અનિયમિત જીવનશૈલી, મોડું લગ્ન, પ્રદૂષણ અને ખરાબ ખાણીપીણીના કારણે ઘણા દંપતીઓને માતા-પિતા બનવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા સમયે ફર્ટિલિટી ક્લિનિક આશાનું કેન્દ્ર બની શકે છે. જોકે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે ફર્ટિલિટી ક્લિનિકમાં શું થાય છે અને ત્યાં જતાં શું તૈયારી રાખવી જોઈએ.
Fertility ક્લિનિકમાં શું થાય છે?
ફર્ટિલિટી(Fertility) ક્લિનિકમાં સારવારની શરૂઆત ટેસ્ટથી નહીં પરંતુ ચર્ચાથી થાય છે. પ્રથમ દિવસે દંપતીનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે અને તેમની મેડિકલ હિસ્ટ્રી, જીવનશૈલી, ઊંઘ, તણાવ અને ખાણીપીણી વિશે વિગતવાર માહિતી લેવામાં આવે છે. ડૉક્ટર દર્દીની સમસ્યા સમજવા માટે પૂરતો સમય આપે છે.
કયા ટેસ્ટ કરાવવામાં આવે છે?
પ્રારંભિક તપાસ સામાન્ય અને સરળ હોય છે. મહિલાઓ માટે હોર્મોન ટેસ્ટ, થાઇરોઇડ ટેસ્ટ અને અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવે છે. જ્યારે પુરુષો માટે સીમેન એનાલિસિસ ટેસ્ટ કરવામાં આવે છે. આ રિપોર્ટના આધારે આગળની સારવાર નક્કી થાય છે.
શું દરેક કેસમાં IVF જ કરાવવું પડે?
ઘણા લોકો માને છે કે ફર્ટિલિટી(Fertility) ક્લિનિક જશો એટલે સીધું IVF કરાવવું પડશે. પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. દરેક દંપતીની સમસ્યા અલગ હોય છે અને સારવાર પણ તે મુજબ આપવામાં આવે છે. ઘણી વખત જીવનશૈલીમાં ફેરફાર, કાઉન્સેલિંગ અથવા સામાન્ય સારવારથી પણ સકારાત્મક પરિણામ મળી શકે છે.
ખર્ચ અને ઇમોશનલ સપોર્ટ પણ મહત્વપૂર્ણ
ફર્ટિલિટી(Fertility) સારવાર દરમિયાન ખર્ચ અંગે પારદર્શિતા ખૂબ જરૂરી છે. સારો ક્લિનિક દરેક ટેસ્ટ અને સારવારનો ખર્ચ અગાઉથી સમજાવે છે. આજકાલ ઘણા કેન્દ્રો EMI જેવી સુવિધા પણ આપે છે. સાથે જ કાઉન્સેલર, ન્યુટ્રિશનિસ્ટ, એન્ડ્રોલોજિસ્ટ અને એમ્બ્રાયોલોજિસ્ટની ટીમ દંપતીને માનસિક અને ભાવનાત્મક સહારો પણ આપે છે.
યોગ્ય સમયે નિષ્ણાતની સલાહ લો
ફર્ટિલિટી (Fertility)એક સમયસંવેદનશીલ બાબત છે. તેથી માતા-પિતા બનવામાં મુશ્કેલી અનુભવતા હો તો સંકોચ છોડીને સમયસર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. યોગ્ય માર્ગદર્શન અને સારવારથી માતા-પિતા બનવાનું સપનું સાકાર થઈ શકે છે.



