Student And Teacher Affair: શિક્ષક અને વિદ્યાર્થી (Student) વચ્ચેનો સંબંધ પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે જીવન જીવવાનો સાચો માર્ગ શિક્ષકો કે ગુરુઓ જ શીખવે છે. છેલ્લા કેટલાક સમયથી એવા ઘણા સમાચાર સામે આવી રહ્યા છે જે આ સંબંધને શરમજનક બનાવી દે છે. તાજેતરમાં આવા જ અન્ય એક સમાચાર સામે આવ્યા છે. શિક્ષકની આ હરકતો જાણીને દરેકને આશ્ચર્ય થાય છે.
મામલો અમેરિકા (America)ના ટેક્સાસનો છે. અહીં એક શિક્ષિકા (Teacher) લૂઝ ટોપ અને ટાઈટ લેગિંગ્સ પહેરીને ક્લાસમાં જતી હતી. ઘણી વખત તેણે શાળામાં વિદ્યાર્થીઓની નજીક જવા બદલ ઠપકો આપવામાં આવ્યો હતો. જો કે, તેના વર્તનમાં કોઈ સુધારો થયો ન હતો. આરોપ છે કે શિક્ષિકાએ 16 વર્ષના વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને જ્યારે તે વિદ્યાર્થિ સાથે ગાઢ સંબંધ બાંધતી ત્યારે તેના ક્લાસના મિત્રો તેના પર નજર રાખતા હતા.
એવું જાણવા મળ્યું છે કે વિદ્યાર્થીના શરીર પર નખના સ્ક્રેચના નિશાન હતા, જે શિક્ષકે શારીરિક સંબંધ દરમિયાન લગાવ્યા હતા. ક્લિફ્ટન-કાર્મેક નામના શિક્ષિકા સામે પ્રથમ વખત 7 ડિસેમ્બર, 2023 ના રોજ આરોપો મૂકવામાં આવ્યા હતા, જ્યારે અન્ય વિદ્યાર્થીએ શાળામાં ગેરકાયદેસર સંબંધની જાણ કરી હતી. મહિલા શિક્ષકની પણ તેના પર લાગેલા આરોપો અંગે પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેણે કોઈપણ વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ હોવાનો ઈન્કાર કર્યો હતો. આ પછી તે તેના પરિવાર પાસે પાછી ગઈ પરંતુ આ દરમિયાન તેના પર એક વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બાંધવા અને બાળકના જીવને જોખમમાં મૂકવા સહિત બાળકની છેડતીનો આરોપ લાગ્યો હતો.
હવે કોર્ટમાં આપેલા દસ્તાવેજમાં આરોપી શિક્ષિકાએ કબૂલ્યું છે કે તેના એક વિદ્યાર્થી સાથે સંબંધ હતા. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી શિક્ષિકાને ઓછામાં ઓછી ચાર વર્ષની જેલની સજા થઈ શકે છે. મહિલાને બે બાળકો છે અને તેના છૂટાછેડા થઈ ગયા છે. અનેક વખત ઠપકો આપ્યા બાદ પણ શિક્ષિકા અટકી ન હતી ત્યારે હવે તેણીને કોર્ટ કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ મામલામાં બીજી ચોંકાવનારી વાત એ છે કે શિક્ષિકાએ જેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા તે વિદ્યાર્થી સગીર હતો અને તેની ઉંમર માત્ર 16 વર્ષની હતી. આ બાળકના પિતાને જાણ હતી કે તેનો સગીર પુત્ર શિક્ષિકા સાથે શારીરિક સંબંધ ધરાવે છે. બાળકના પિતા પર પણ આ ગેરકાયદેસર સંબંધને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો:મહિલા શિક્ષકનું ઘૃણાસ્પદ કૃત્ય,સગીર સાથે શારીરિક સંબંધો બાંધ્યા, વિદ્યાર્થીઓને કહ્યું નજર રાખવા
આ પણ વાંચો:સંસ્કારી નગરમાં શિક્ષકે ધો. 10ની વિદ્યાર્થીની દારૂ પીવડાવી કર્યું એવું કામ કે…..
આ પણ વાંચો:શિક્ષિકા પર 16 વર્ષના છોકરાની વર્જિનિટી છીનવવાનો આરોપ
