IND vs AUS Women: ભારતીય મહિલા ટીમે નવી મુંબઈમાં રમાયેલા ICC મહિલા વર્લ્ડ કપ 2025ના બીજા સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ICC મહિલા વર્લ્ડ કપ 2025ના ફાઇનલમાં જગ્યા બનાવી.
નવી મુંબઈના મેદાનમાં, તારીખ 30 ઓક્ટોબર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2025 ની સેમિફાઇનલ આ મેચ ભારત માટે પડકારજનક હતી, જે સાત વખતના વિશ્વ ચેમ્પિયનનો સામનો કરી રહી હતી. જોકે, ભારતને રન ચેઝનો મુશ્કેલ સામનો કરવો પડ્યો. જોકે, જેમીમાહ રોડ્રિગ્સ અને હરમનપ્રીત કૌર વચ્ચેની ભાગીદારીએ ટીમને પુનરાગમન જીત અપાવી. ભારતે 9 બોલ બાકી રહેતા 5 વિકેટથી જીત મેળવી.
જ્યારે દરેક વ્યક્તિ ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમ સામે નોકઆઉટ મેચ (સેમીફાઇનલ) માં જીતની આશા છોડી દિધી હોવા છતા જેમીમાહ રોડ્રિગ્સ અને હરમનપ્રીત કૌર વચ્ચેની ભાગીદારીએ ટીમને પુનરાગમન જીત અપાવી હતા. કૌર આઉટ થઈ ત્યારે ભારતનો સ્કોર 226/3 હતો. પરંતુ રોડ્રિગ્સે પોતાની હિંમત જાળવી રાખી અને શાનદાર સદી ફટકારીને ભારતને વિજયની અણી પર પહોંચાડ્યું.
ક્યારે રમાશે ICC મહિલા વર્લ્ડ કપ ફાઇનલ મેચ?
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાની 15 મેચની વર્લ્ડ કપ જીતની શ્રેણી તોડી નાખી, પરંતુ ત્રીજી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં પોતાનું સ્થાન પણ સુરક્ષિત કર્યું. હવે, આખો દેશ 2 નવેમ્બરના રોજ ફાઇનલ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, જ્યાં ભારત ટાઇટલ માટે દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે.
આ પણ વાંચો: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 મેચ વરસાદને કારણે રદ્દ
આ પણ વાંચો: ક્રિકેટર શ્રેયસ ઐયરને ICUમાં દાખલ, સિડની વનડેમાં કેચ લેતી વખતે થઇ હતી ઈજા
આ પણ વાંચો: FIH જુનિયર વર્લ્ડ કપ: પાકિસ્તાન ટીમ ભારતનો પ્રવાસ નહીં કરે, વર્લ્ડ કપમાંથી ખસી ગઈ
