Patan News: દિવાળીનો તહેવાલ લોકો માટે ખુશીઓ લાવે છે અંધકાર દૂર થાય અને અજવાળું આવે છે. પરંતુ બનાસકાંઠાના આ પરિવાર માટે દિવાળી અજવાળાને બદલે દુઃખોનું અંધકાર લાવી છે. પાટણના ચાણસ્મા તાલુકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક-બે નહીં પરંતુ ચાર લોકોના મોત થયા છે. જણાવી દઈએ કે, છોટાહાથી અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા લોકોના ટોળા ટોળા એકઠા થઇ ગયા.
મળતી માહિતી અનુસાર, આ ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનાર એક જ પરિવારના સભ્યો હતા. આ ચારેય વ્યક્તિઓ બનાસકાંઠાના વડા ગામના વતની હતા. મૃતદેહોને પી.એમ અર્થે લઇ જવાયા છે.
આ પણ વાંચો:રાજ્યમાં કાળી ચૌદસ વસમી નીકળી, વિવિધ અકસ્માતમાં ચારનાં મોત
આ પણ વાંચો:વડોદરા સાવલી HPCL ચોકડી પાસે અકસ્માતઃ ડમ્પર વીજલાઇનને અડી જતાં બેના સળગી જતાં મોત