Botad News:ગુજરાતમાં પ્રતિબંધિત દારૂના ધંધાર્થીઓનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ગઢડા રોડના મોચીપરા વિસ્તારમાં નામચીન બુટલેગર (bootlegger) મહેશ વાટુકિયાએ જૂની અદાવતને કારણે એક મહિલા અને તેના પુત્ર પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અને પોલીસ તંત્રની કાર્યપ્રણાલી પર મોટા સવાલો ઉભા કર્યા છે.આરોપ છે કે, મહેશ વાટુકિયા લાંબા સમયથી વિસ્તારમાં દારૂનો ગેરકાયદેસર ધંધો ચલાવે છે અને સ્થાનિક રહેવાસીઓને હેરાન-પરેશાન કરતો હતો.
બુટલેગરે (bootlegger) અદાવતમાં કરુઓ હુમલો

આ હેરાનગતિથી કંટાળીને પીડિત મહિલા સોનલબેને પોલીસમાં ફરિયાદ કરી હતી. જોકે, ફરિયાદ બાદ પોલીસે કોઈ તાત્કાલિક કાર્યવાહી ન કરતાં આરોપીએ અદાવત રાખી અને નશાના આળમાં મહિલાના ઘરે પહોંચીને ઝપાઝપી શરૂ કરી. તેણે સોનલબેન અને તેમના પુત્ર પર છરીથી વારંવાર હુમલો કર્યો, જેના કારણે માતા-પુત્રને ગંભીર ઈજા થઈ.ઈજાગ્રસ્ત માતા-પુત્રને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

મહિલાએ પોલીસમાં અરજી કર્યા છતાં પ્રારંભમાં કોઈ કાર્યવાહી ન થતાં આરોપીએ આવો જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ જ પોલીસે આરોપી સામે તપાસ શરૂ કરી છે અને તેને પકડવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.ગુજરાતમાં (Gujarat) બુટલેગરોના (bootlegger) વધતા આતંકને કારણે અવાર નવાર આવી ઘટનાઓ બનતી હોય છે.

