Botad News: બોટાદમાં બેફામ ચાલતા વાહનો જાણે રસ્તા પરના બીજા વાહનચાલકોમાટે યમદૂત બની ગયા છે. તેમા પણ ટુ-વ્હીલર ચાલકો માટે સ્થિતિ એવી થઈ ગઈ છે કે દિવસે જીવતા નીકળે અને રાત્રે જીવતા ઘરે તો પણ ઇશ્વરનો આભાર માનવામાં આવે.
બોટાદ માં બેફામ કારચાલકે અકસ્માત સર્જ્યો
ગઢડાના બોટાદ રોડ પરગત રાત્રિના સમયે આ ઘટના બની હતી. તેમા પૂરઝડપી આવતા ફોર વ્હીલર ચાલકે અકસ્માત સર્જયો હતો. કાર ચાલકે બાઇક ચાલક યુવકને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. કારની ટક્કરથી યુવક બાઇક સાથે ફંગોળાઈ ગયો હતો. અકસ્માત સર્જીને ફોરવ્હીલર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતમાં ગઢડાના યુવાન આસીમ યુનુસભાઈનું મોત થયુ હતુ. બાઇક પર સવાર અન્ય યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે અકસ્માત મુદ્દે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધ્યો છે અને અકસ્માત મોત નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ કારચાલકને પકડવા માટે નજીકના વિસ્તારોના સીસીટીવી ચકાસી રહી છે. પોલીસનું માનવું છે કે તે અકસ્માત સર્જનારા કાર ચાલકને પકડી પાડશે.
પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ઘટનાની જાણ મૃતકના કુટુંબીજનોને થતાં જાણે તેમના પર આભ તૂટી પડ્યુ હતુ. હોસ્પિટલે સગાસંબંધીઓનો કાફલો જમા થઈ ગયો હતો. કુટુંબીજનોના આંસુઓ સૂકાતા ન હતા, મિત્રો અને સગાસંબંધીઓ પણ એકદમ ગમગીન થઈ ગયા હતા અને ઉદાસ હતા. હજી હમણા જ વાત કરીને ગયેલું સ્વજન થોડી જ વારમાં મડદું થઈને પરત ફરે તેવી કુટુંબને કલ્પના પણ ક્યાંથી હોય. આ એવા મો-ત હતા જે ટાળી શકાય તેમ હતા, વાહનચાલકે જો થોડી પણ એલર્ટનેસ દાખવી હોત તો બાઇક ચાલકનો જીવ બચી ગયો હોત, પણ વાહનચાલક જ બેફામ હોય તો પછી કોને કહેવું.
આ પણ વાંચો: Botad News/ગઢડાના ગ્રામ્ય વિસ્તારની સગીરાને લલચાવી ઘરે બોલાવી દુષ્કર્મ કર્યું
આ પણ વાંચો: Botad News/ઋષિ ભારતી બાપુના નિવેદન પર વળતો પ્રહાર કરતા હીરા સોલંકીએ સ્પષ્ટતા કરી કે સમાજ સાથે કોઈ અન્યાય થયો નથી
આ પણ વાંચો: Botad News/બોટાદમાં સગીરની હત્યાને પગલે પોલીસે તપાસ હાથ ધરી

