Botad News/ ગઢડાના ગ્રામ્ય વિસ્તારની સગીરાને લલચાવી ઘરે બોલાવી દુષ્કર્મ કર્યું

Botad News : સગીરાને ઘરે બોલાવીને કૌંટુબિક ભાઈએ દુષ્કર્મ આચર્યુ હતું. પોલીસે આરોપીની સામે પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે.

Gujarat Others Breaking News

Botad News : બોટાદના ગઢડા તાલુકાનાં એક ગામની 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બે દિવસ પહેલાં સગીરાને પેટમાં દુ:ખાવો થતાં હોસ્પિટલ ગઈ હતી ત્યારે, સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો હોવાનું સામે આવ્યું હતું.

જેથી સગીરાના માતા-પિતાએ સગીરાને ઘરે લઈ જઈને શાંતિથી પૂછપરછ કરતાં સગીરાએ તેના કૌટુંબિક ભાઈએ દુષ્કર્મ આચર્યું હોવાનું તેના માતાપિતાને જણાવ્યું હતું. સગીરાને વધુ પૂછપરછ કરતાં સગીરાએ જણાવ્યું હતું કે, આશરે ત્રણેક માસ પહેલાં સગીરા ઘરે એકલી હતી ત્યારે, તેના કૌટુંબિક ભાઈએ સગીરાને લલચાવીને ઘરે બોલાવી હતી અને અડપલાં કરીને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનું સગીરાએ તેના માતા પિતાને જણાવ્યું હતું.

જેથી સગીરાના પિતાએ આરોપી સામે ગઢડા પોલીસમા ફરિયાદ નોંધાવી છે ત્યારે, ​​​​​​​ગઢડા પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: રાજકોટમાં ત્યક્તા પર દુષ્કર્મઃ ભૂતપૂર્વ એસઓજી જવાન પર આરોપ

આ પણ વાંચો: બનાસકાંઠાના દાંતીવાડા ગામમાં કિશોરીનું અપહરણ કરીને નરાધામો દ્વારા દુષ્કર્મ

આ પણ વાંચો: મહેસાણાના વિસનગરના ગામમાં સગીરા પર દુષ્કર્મ