Surat News/ સુરતમાં સચિન GIDC નજીક મકાનમાં લાગી આગ, 4 લોકો થયા ઘાયલો

સુરતની એક આઈસ ફેક્ટરી નજીકના રહેણાંક વિસ્તારમાં એક ઘરમાં ગેસ સિલિન્ડર લીક થવાથી અચાનક આગ લાગી હતી. જેમાં દાઝી ગયેલા ચાર લોકોને સ્થાનિકોએ ઘાયલોને બચાવી લીધા અને તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા.

Top Stories Gujarat Surat Breaking News
સુરત આગ

Surat News: સુરત ના ઔદ્યોગિક વિસ્તાર સચિન GIDC નજીક ગુરુકૃપા સોસાયટીમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો હતો.જ્યાં એક આઈસ ફેક્ટરી નજીકના રહેણાંક વિસ્તારમાં એક ઘરમાં ગેસ સિલિન્ડર લીક થવાથી અચાનક આગ લાગી હતી. જેમાં દાઝી ગયેલા ચાર લોકોને સ્થાનિકોએ ઘાયલોને બચાવી લીધા અને તેમને હોસ્પિટલ (Hospita) ખસેડ્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ સુરત ના સ્થાનિક લો-કો તાત્કાલિક મદદ માટે દોડી ગયા. તેમણે ઘાયલોને બચાવ્યા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા.ઘટના બાદ સુરત ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબુમાં લીધી. આગના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરત અને અમદાવાદમા બની આગની ઘટના 

આવી જ એક ઘટના આજે અમદાવાદમાં બની છે. જયાં નારોલ-નરોડા હાઇવે પર વિરાટનગર બ્રિજ પાસે વ્રજેશ્વરી કોમ્પ્લેક્સની બે દુકાનોમાં આગ લાગી હતી. જાહેર માર્ગ પર લાગેલી ભીષણ આગથી ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ઓઢવ-નિકોલ ફાયર સ્ટેશનના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવી હતી. એક તરફ હાઇવે પર વાહનો આગળ વધી રહ્યા છે, તો બીજી તરફ દુકાનોમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. દુકાનોની નજીક અન્ય દુકાનો પણ છે જેમાં આગ લાગી છે. જેના કારણે તે દુકાનોમાં પણ આગ ફાટી નીકળવાની શક્યતા છે. આગ જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં બે દુકાનોમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો:મહુવા કુબેર મંદિર નજીક પાર્ક કરેલી કારમાં આગ

આ પણ વાંચો:મોડાસાથી અમદાવાદમાં સારવાર અર્થે લાવતી એમ્બ્યુલન્સમાં લાગી આગ, નવજાત શિશુ સહિત ચાર લોકોના મોત