Bhavnagar News:ભાવનગરમાં મહુવા શહેરના પ્રખ્યાત કુબેર મંદિર નજીક આવેલા પાર્કિંગમાં ગઈકાલે સાંજે એકાએક કારમાં આગ લાગી જતાં આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મિનિટોમાં જ કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ અને થોડી જ વારમાં સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી.જાણે કોઈ સિનેમાનો સીન હોય તેમ કારમાંથી (Car) પહેલા ગાઢ ધુમાડો નીકળ્યો અને પછી અચાનક ઊંચી જ્વાળાઓ ફૂટી નીકળી. આ દૃશ્ય જોઈને મંદિરે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ અને આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો. ઘટના સ્થળે લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ, જ્યારે કેટલાક યુવાનો આગ ઓલવવાના પ્રયાસમાં બાલ્ટીઓ લઈને દોડ્યા.
બનાવને પગલે ફાયર કાફલો ઘટના સ્થળે પહોચ્યો
ઘટનાની જાણ થતાંની સાથે જ મહુવા ફાયર સ્ટેશનની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર ફાઈટરોએ તુરંત જ પાણીનો મારો ચલાવી આગ (Fire) પર કાબૂ મેળવ્યો. લગભગ 25-30 મિનિટની જહેમત પછી આગને સંપૂર્ણપણે કાબુમાં લેવામાં આવી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.“આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી, કારણ કે કારમાં પેટ્રોલ હતું .
આ પણ વાંચો:ભાવનગરના પડવા પાવર પ્લાન્ટમાં મોટી આગ લાગતા અનેક પક્ષીઓ ભડથું
આ પણ વાંચો:ભાવનગરમાં અંબિકા પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ
આ પણ વાંચો:ભાવનગરમાં પોતાના પરિવારની હત્યા કરનાર ફોરેસ્ટ અધિકારીના 7 દિવસના રિમાન્ડ મંજૂર

