- રાકેશ ટિકૈતના કાર્યક્રમમાં વિરોધ
- પાલનપુરમાં ટિકૈતના કાર્યક્રમમાં બબાલ
- વિરોધ કરનારને લોકોએ માર માર્યો
- પોલીસે વિરોધ કરનારની કરી અટકાયત
દિલ્હી ખાતે છેલ્લા કેટલાય મહિનાઓથી કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહેલા કિસાન નેતા રાકેશ ટીકૈત આજે ગુજરાત આવ્યા છે. ત્યારે પહેલાતો ગુજરાત ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ પાલનપુર પહોચતા તેમના કાર્યક્રમમાં બબાલ અને વિરોધાભાસ જોવા મળ્યા હતા. ખેડૂત આંદોલનને વધારે વેગવંતુ બનાવવા માટે તેઓ આ યાત્રા પર નીકળ્યા છે.
પાલનપુર ખાતે તેમની રેલીમાં હોબાળો જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં કાળો વાવટો બતાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો કે આનાથી રોષે ભરાયેલાં ટિકૈતના સમર્થકોએ વિરોધ કરનારને માર માર્યો હતો.બાદમાં વિરોધ કરનાર ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રાકેશ ટિકૈતે અંબામાતાના ચરણોમાં શીશ નમાવી પોતાની ગુજરાત યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તેમની સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ હાજર હતા, તેમની રેલીમાં મોટી સંખ્યામાં વાહનોનો કાફલો પણ જોડાયો હતો. તેમની રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા. અંબાજી દર્શન બાદ રાકેશ ટિકૈત પાલનપુર પહોચ્યાં હતા. અને બાદમાં ઉમિયાધામ પહોંચશે.
