Ahmedabad News/ પાયલ હોસ્પિટલ ચકચારી કેસમાં CCTV વાયરલ કરનારા બે હેકર્સ સહિત ત્રણ ઝડપાયા

પાયલ મેટરનીટી હોસ્પિટલમાંથી સ્ત્રીઓના ચેકઅપના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આખો મામલો સામે આવ્યો હતો

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : રાજકોટની પાયલ હોસ્પિટલના સગર્ભા મહિલાઓના ચેકઅપના ફૂટેજ વાયરલ કરવાના ચકચારી કેસમાં  અમદાવાદ સાયબર ક્રાઈમે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ફૂટેજ વાયરલ  થવા મુદ્દે નોટિસ પાઠવવામાં આવી હતી જેને પગલે પોલીસ દ્વારા એક પછી એક પગલાં લેવાઈ રહ્યા છે. આ અંતર્ગત સાયબર ક્રાઇમે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ 3 આરોપીઓમાંથી 2 મહારાષ્ટ્રના છે અને 1 સુરતનો રહેવાસી છે.

પાયલ મેટરનીટી હોસ્પિટલમાંથી સ્ત્રીઓના ચેકઅપના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આખો મામલો સામે આવ્યો હતો. આ અંગે હોસ્પિટલ સામે નોટિસ પાઠવીને કડક કાર્યવાહી અંગેની સૂચના અપાઈ છે તે વચ્ચે આ કેસમાં CCTV ફૂટેજને લીક કરનાર 3 આરોપીઓની સાઇબર ક્રાઇમે અટકાયત કરી છે. જાણવા મળતી માહિતી મુજબ આ 3 માંથી 2 આરોપી હેકર્સ છે અને આ ઘણા સમયથી ચાલતું હોવાનું સામે આવ્યું છે. જેમાં બે આરોપી મહારાષ્ટ્રના અને એક સુરતનો રહેવાસી છે.

રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં જે ચેકઅપ માટે આવતી હતી તેના ચેકઅપના રૂમમાં રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને ટેલિગ્રામ પર વેચવામાં આવતા હતા. પ્રાપ્ત માહિતી મુજબ આ ભાવ 1000-1500 આસપાસનો હતો અને મેઘા MBBS નામની યુટ્યુબ ચેનલ પર પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલો વાયરલ થતાં સામે આવ્યો હતો અને ત્યારબાદ હોસ્પિટલ તંત્રની બેદરકારી માટે તેને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને વધુ 3 આરોપીની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓની પુછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૭૬૬૮ કરોડની જોગવાઇ

આ પણ વાંચો:સરકાર પાસે પૈસા ક્યાંથી આવે છે, ક્યાં કરવામાં આવે છે વધુ ખર્ચા? જાણો ગુજરાતના બજેટ વિશે

આ પણ વાંચો:નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ કરશે રજૂ