Not Set/ અમદાવાદ/ 12 વર્ષ સુધીનાં બાળકોને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 30 જાન્યુઆરી સુધી ફ્રી એન્ટ્રી

અમદાવાદના પ્રખ્યાત કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 30મી જાન્યુઆરી સુધી એનિમલ વેલ્ફેર પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન 12 વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. મ્યુનિ. રિક્રિએશનલ, કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટિએ કરેલા નિર્ણય અનુસાર પ્રાણી સંગ્રહાલયમાં 30મી જાન્યુઆરી સુધી એનિમલ વેલ્ફેર પખવાડિયાની ઉજવણી આવશે. એટલું જ નહીં સોમવાર સિવાયના સમય માટે આ નિર્ણય અમલી બનાવવામાં […]

Ahmedabad Gujarat

અમદાવાદના પ્રખ્યાત કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં 30મી જાન્યુઆરી સુધી એનિમલ વેલ્ફેર પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન 12 વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. મ્યુનિ. રિક્રિએશનલ, કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટિએ કરેલા નિર્ણય અનુસાર પ્રાણી સંગ્રહાલયમાં 30મી જાન્યુઆરી સુધી એનિમલ વેલ્ફેર પખવાડિયાની ઉજવણી આવશે.

એટલું જ નહીં સોમવાર સિવાયના સમય માટે આ નિર્ણય અમલી બનાવવામાં આવ્યો છે. સાથે સાથે સંગ્રહાલયમાં બાળકોમાં વન્ય જીવો પ્રત્યે જ્ઞાન વધે તે માટે ટચ ટેબલ શો તથા પપેટ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આપને જણાવી દઈએ કે દર વર્ષે જાન્‍યુઆરીનાં બીજા પખવાડિયામાં તા.14થી 31મી જાન્‍યુઆરી દરમિયાન ગુજરાતનાં પશુપાલન વિભાગ દ્વારા પ્રાણી કલ્‍યાણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. આ પખવાડિયા દરમિયાન અબોલ પશુધન પ્રત્‍યે પ્રેમભર્યું માયાળુ વર્તન રાખવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.