Ahmedabad News/ સાબરમતીમાં ‘ખજાનો’ શોધવા પડાપડી! નદી ખાલી થતા જ શ્રમિકોએ સિક્કા શોધવા નાખ્યા ધામા

અમદાવાદની Sabarmati નદી વાસણા બેરેજના સમારકામ માટે ખાલી કરાઈ છે. નદીના પટમાં જૂના સિક્કા અને કિંમતી વસ્તુઓ શોધવા સૌરાષ્ટ્રથી શ્રમિકો ઉમટી પડ્યા છે.

Gujarat Top Stories Ahmedabad
Sabarmati River Dry Ahmedabad

Sabarmati River Dry Ahmedabad: અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદી અત્યારે એક અલગ જ કારણસર ચર્ચામાં છે. વાસણા બેરેજના દરવાજાના સમારકામ માટે નદીને ખાલી કરવામાં આવતા જ, તેના પટમાં કિંમતી વસ્તુઓ અને જૂના સિક્કા શોધવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. વર્ષો બાદ નદી કોરીધાકોર થતા જાણે નદીના તળિયે ‘ટ્રેઝર હન્ટ’ (ખજાનાની શોધ) શરૂ થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

વાસણા બેરેજના 18 દરવાજા બદલવાની કામગીરી શરૂ

વાસણા બેરેજના દરવાજા વર્ષો જૂના થઈ ગયા હોવાથી ચોમાસામાં પાણીના પ્રવાહને નિયંત્રિત કરવામાં મુશ્કેલી પડતી હતી. આથી, તંત્ર દ્વારા 18 દરવાજા બદલવા અને સમારકામ માટે ડેમના દરવાજા ખોલી નદીનું પાણી વહાવી દેવામાં આવ્યું છે. આ કામગીરી 60 દિવસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આગામી બે મહિના સુધી સુભાષ બ્રિજથી વાસણા બેરેજ સુધી સાબરમતી નદી અમદાવાદીઓને કોરી જોવા મળશે.

Sabarmati River Dry Ahmedabad

Sabarmatiમાં મેગ્નેટ લઈને કિંમતી વસ્તુઓની શોધ શરૂ 

નદીનું તળિયું દેખાતા જ રાજકોટ જિલ્લાના જેતપુર અને ગોંડલથી અંદાજે 300 જેટલા શ્રમિકો અમદાવાદ દોડી આવ્યા છે. આ લોકોએ નદીના પટમાં જ પડાવ નાખ્યા છે અને લોહચુંબક (Magnets) તથા અન્ય સાધનો વડે કિંમતી વસ્તુઓ શોધી રહ્યા છે. વર્ષોથી લોકો નદીમાં સિક્કા અને અન્ય ધાતુની સામગ્રી પધરાવતા હોય છે, જે અત્યારે આ શ્રમિકો શોધી રહ્યા છે. કેટલાક લોકોને રાજાશાહી સમયના જૂના સિક્કા મળ્યા હોવાની ચર્ચાએ જોર પકડતા કુતૂહલ વધ્યું છે.

સુંદર રિવરફ્રન્ટ નીચે ગંદકી અને ખંડિત મૂર્તિઓનું સામ્રાજ્ય

નદી ખાલી થતાની સાથે જ એક વરવી વાસ્તવિકતા પણ બહાર આવી છે. ઉપરથી સુંદર દેખાતી સાબરમતીના પેટાળમાં ભારે ગંદકી, પ્લાસ્ટિકનો કચરો અને મોટી સંખ્યામાં ખંડિત મૂર્તિઓ જોવા મળી રહી છે. રીવરફ્રન્ટની ભવ્યતા નીચે દબાયેલી આ અશુદ્ધિઓ અત્યારે નરી આંખે જોઈ શકાય છે, જે પર્યાવરણ પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.


આ પણ વાંચો: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ખાનપુર પાસે પ્રેમીપંખીડાની આત્મહત્યા

આ પણ વાંચો: સાબરમતી રિવરફ્રન્ટ બન્યો ‘સ્યુસાઈડ ફ્રન્ટ’, અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાનો જીવ આપ્યો

આ પણ વાંચો: સાબરમતી રિવરફ્રન્ટ પર પંચતત્વોની થીમ પર પાંચ-પાંચ પ્લાઝા બનાવવામાં આવશે