Gujarat Local Body Election 2026/ અરવલ્લીમાં 208 બેઠકો માટે 586 ઉમેદવારો મેદાનમાં

અરવલ્લી જિલ્લામાં 208 બેઠક માટે કુલ 586 ઉમેદવાર મેદાનમાં છે. એક રીતે કહી શકાય કે એક બેઠક પર ત્રણ દાવેદાર છે. અરવલ્લીમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કુલ 68 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ હતુ.

Top Stories Gujarat Others Breaking News

Arvalli News: અરવલ્લી જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય પક્ષો એકબીજા સામે બરોબરના પ્રચારના તીરો સજાવી દીધા છે. આ વખતના ત્રિપાંખિયા જંગમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ટક્કર થવાની છે. તેના કારણે આખો જંગ રોમાંચક બનશે તેમ માનવામાં આવે છે. અરવલ્લી જિલ્લામાં 208 બેઠક માટે કુલ 586 ઉમેદવાર મેદાનમાં છે. એક રીતે કહી શકાય કે એક બેઠક પર ત્રણ દાવેદાર છે. અરવલ્લીમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે કુલ 68 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ હતુ.

અરવલ્લીમાં મોડાસા પાલિકાની 36 બેઠકો માટે 89 ઉમેદવાર મેદાનમાં છે. જ્યારે તાલુકા પંચાયતની 145 બેઠક માટે 401 ઉમેદવાર મેદનમાં છે. જિલ્લા પંચાયતની 30 બેઠક માટે 87 ઉમેદવાર મેદાનમાં છે. બે પાલિકા માટે 98 ઉમેદવાર મેદાનમાં છે. જિલ્લા પંચાયતમાં મેઘરજના સૌથી વધુ 16 ઉમેદવાર છે. અને તાલુકા પંચાયતમાં ભિલોડાના સૌથી વધુ 69 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે.

આમ અરવલ્લી જિલ્લામાં કેટલાય સમયથી લોકોમાં વ્યાપ્ત અસંતોષને હવે વાચા આપવા હવે એકમાત્ર વિપક્ષ નહીં બે-બે વિપક્ષ મળ્યા છે. તેથી અરવલ્લીમાં ખરી હરીફાઈ ભાજપ કે કોંગ્રેસ અને ભાજપ કે આમ આદમી પાર્ટી વચ્ચે નહીં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે છે. કોંગ્રેસ પોતાના તળિયાને બચાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે, જેથી તેનો દેખાવ ભાજપ જેવો ન થાય તો કંઈ નહી પણ કમસેકમ આમ આદમી પાર્ટીથી તો ખરાબ ન જ થવો જોઈએ.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા