World News/ શી જિનપિંગને બે વખત હાર્ટ એટેક આવ્યો? તિબેટના પૂર્વ નેતાના દાવાથી ચીનમાં ખળભળાટ

તિબેટની નિર્વાસિત સરકારના પૂર્વ વડાપ્રધાન લોબસાંગ સાંગેએ મોટો દાવો કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, ચીનના રાષ્ટ્રપતિ Xi Jinpingને બે કે ત્રણ વખત હાર્ટ એટેક આવી ચૂક્યા છે. જોકે, આ દાવો હજુ અપુષ્ટ છે.

international Top Stories World
Xi Jinping

Xi Jinping Health Controversy Lobsang Sangay Revelations :  ઓગસ્ટના અંતમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ કિર્ગિસ્તાન પહોંચ્યા હતા. પ્લેનમાંથી ઉતરતી વખતેનો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં જિનપિંગ પોતાની પત્ની પેંગ લિયુઆનનો હાથ પકડીને ધીમે-ધીમે સીડીઓ ઉતરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ કેટલાક લોકોએ તેમના ચહેરા પર સોજો અને ચાલમાં અસ્થિરતા હોવાનો દાવો કર્યો હતો. આ પછી તિબેટ, તાઈવાન અને વિદેશમાં રહેતા કેટલાક ચીની સમુદાયોમાં તેમના સ્વાસ્થ્ય અંગે અટકળો તેજ થઈ હતી.

લોબસાંગ સાંગેનો ગંભીર દાવો

તિબેટની નિર્વાસિત સરકારના પૂર્વ વડાપ્રધાન લોબસાંગ સાંગેએ શી જિનપિંગના સ્વાસ્થ્યને લઈને મોટો દાવો કર્યો છે. દિલ્હીમાં ANI સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ચીનના એક વરિષ્ઠ પૂર્વ અધિકારી પાસેથી તેમને માહિતી મળી હતી કે જિનપિંગને ઓછામાં ઓછા બે વખત હાર્ટ એટેક આવી ચૂક્યા છે. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી અને ચીન સરકાર તરફથી પણ જિનપિંગને હાર્ટ એટેક આવ્યો હોવાની કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

‘Xi Jinping ભારે રાજકીય દબાણમાં છે’

લોબસાંગ સાંગેના જણાવ્યા પ્રમાણે, જિનપિંગ ભારે રાજકીય દબાણ હેઠળ છે. તેમણે એવો પણ દાવો કર્યો કે ચીનની સેનાના કેટલાક વરિષ્ઠ અધિકારીઓને પદ પરથી હટાવવામાં આવ્યા છે અથવા તેઓ જાહેર જીવનમાંથી ગાયબ થયા છે. જોકે, આ ઘટનાઓને જિનપિંગના સ્વાસ્થ્ય સાથે સીધી રીતે જોડતી કોઈ સ્વતંત્ર પુષ્ટિ નથી.

Xi Jinping

ઉત્તરાધિકારી અંગે પણ મોટો દાવો

જિનપિંગના(Xi Jinping) ઉત્તરાધિકારી અંગે લોબસાંગ સાંગેએ કહ્યું કે હાલમાં કોઈ સ્પષ્ટ યોજના દેખાતી નથી. તેમણે આ સ્થિતિને ‘Emperor’s Dilemma’ એટલે કે ‘સમ્રાટની મૂંઝવણ’ ગણાવી હતી. તેમના મતે, ઉત્તરાધિકારી જાહેર કરવાથી સત્તા માટે આંતરિક સંઘર્ષ ઊભો થઈ શકે છે, જ્યારે ઉત્તરાધિકારી નક્કી ન કરવાથી ભવિષ્યમાં સત્તાની ખેંચતાણ વધી શકે છે.

તિબેટની નિર્વાસિત સરકાર ભારતમાં કેમ?

તિબેટની નિર્વાસિત સરકારને સેન્ટ્રલ તિબેટન એડમિનિસ્ટ્રેશન (CTA) કહેવામાં આવે છે. તેનું રાજકીય નેતૃત્વ હાલમાં પેન્પા સેરિંગ પાસે છે અને તેનું મુખ્ય મથક ધર્મશાળામાં છે.

1950માં ચીની સેનાના તિબેટ પ્રવેશ અને 1959ના બળવા બાદ દલાઈ લામા સહિત હજારો તિબેટીઓ ભારત આવ્યા હતા. ત્યારથી નિર્વાસિત તિબેટન પ્રશાસન ભારતમાં કાર્યરત છે. ચીન તેને સત્તાવાર માન્યતા આપતું નથી.

નોંધ: જિનપિંગને(Xi Jinping) હાર્ટ એટેક આવ્યો હોવાનો દાવો હાલ અપુષ્ટ છે.


આ પણ વાંચો: નેપાળમાં પૂરની તબાહી વચ્ચે તિબેટમાં 5.0નો ભૂકંપ, લાપતા લોકોની આશા ધૂંધળી

આ પણ વાંચો:વિનાશક પૂર-ભૂસ્ખલનથી નેપાળમાં તારાજી, 1200થી વધુનાં મોત અને 4000થી વધુ લાપતા

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ તૂર્કિયેનો બદલાયો સૂર, ભારત સાથે સંબંધો સુધારવા તૈયાર!