Vadodara News/ વડોદરામાં દુકાનના નામે રૂ.10 લાખની છેતરપિંડી

રૂ.10 લાખની છેતરપિંડી (Fraud) અંગે બાપોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Gujarat Others
વડોદરાના વાઘોડિયા રોડ પર દુકાન આપવાની લાલચ આપી સુરત મેટ્રો રેલ કોર્પોરેશનમાં નોકરી કરતા યુવક સાથે રૂ.10 લાખની છેતરપિંડી (Fraud) મામલો સામે આવ્યો છે

Vadodara News : વડોદરાના વાઘોડિયા રોડ પર દુકાન આપવાની લાલચ આપી સુરત મેટ્રો રેલ કોર્પોરેશનમાં નોકરી કરતા યુવક સાથે રૂ.10 લાખની છેતરપિંડી (Fraud) મામલો સામે આવ્યો છે. વડોદરાના ‘સિદ્ધિશ્વર પેરાડાઇઝ’ પ્રોજેક્ટમાં દુકાનનું બુકિંગ કરાવ્યા બાદ સમયસર બાંધકામ પૂર્ણ ન થયું અને દુકાનનો કબજો પણ ન મળ્યો. નાણાં પરત માંગતા બિલ્ડરો સંપર્કથી દૂર થઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

દુકાન (Shop) માટે રૂ.10 લાખ એડવાન્સ

મૂળ મહીસાગરના અને હાલ વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતા આકાશ પટેલે વર્ષ 2024માં વાઘોડિયા રોડ પર આવેલા ‘સિદ્ધિશ્વર પેરાડાઇઝ’ પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન લેવાનું નક્કી કર્યું હતું. દુકાનની કુલ કિંમત રૂ.30,30,500 નક્કી કરવામાં આવી હતી.

બિલ્ડર પ્રવિણ પાનસુરીયા અને સેલ્સમેન જયેશ પામકે ડિસેમ્બર 2024 સુધીમાં બાંધકામ પૂર્ણ કરીને દુકાનનો કબજો આપવાની ખાતરી આપી હતી. આ વિશ્વાસે આકાશ પટેલે બુકિંગ અને એડવાન્સ પેટે ટુકડે-ટુકડે રોકડ તેમજ RTGS અને NEFT મારફતે કુલ રૂ.10 લાખ ચૂકવ્યા હતા.

બાંધકામ (Construction) શરૂ ન થતાં શંકા ગઈ

નક્કી કરેલા સમયગાળા દરમિયાન પ્રોજેક્ટનું કામ આગળ ન વધતાં ફરિયાદીએ બિલ્ડરોનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં ચોમાસાના કારણે કામમાં વિલંબ થયો હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ RERA મંજૂરીનું કારણ આગળ ધરી વધુ સમય માંગવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.

પરિસ્થિતિ અંગે શંકા જતા આકાશ પટેલે પોતાના ચૂકવેલા રૂ.10 લાખ પરત માંગ્યા હતા. જોકે, ત્યારબાદ આરોપીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. એટલું જ નહીં, ઓફિસ અને ઘર બંધ હોવાનું જાણવા મળતાં આખરે ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો.

બિલ્ડરો (Builders) સામે અગાઉ પણ ગુના

આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તપાસ (Police Investigation)માં આરોપી બિલ્ડરોના અગાઉના ગુનાહિત ઇતિહાસની પણ વિગતો સામે આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, ‘એસ.પી. ઇન્ફ્રા’ના ભાગીદારો સુરેશ, મનિષ, કિશોર અને પ્રવિણ પાનસુરીયા સામે અગાઉ પણ મિલકત સંબંધિત છેતરપિંડીના કેસ હરણી અને બાપોદ પોલીસ મથકમાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

આ પૈકી સુરેશ અને મનિષની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે પ્રવિણ અને કિશોર હાલ ફરાર હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

પોલીસ (Police) તપાસ તેજ

રૂ.10 લાખની છેતરપિંડી (Fraud) અંગે બાપોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દુકાનના બુકિંગના નામે મોટી રકમ ચૂકવ્યા બાદ સમયસર દસ્તાવેજ કે કબજો ન મળતા અને નાણાં પણ પરત ન મળતા ફરિયાદ નોંધાવાઈ છે. હવે પોલીસ તપાસ (Police Investigation)માં આ પ્રોજેક્ટમાં અન્ય લોકો સાથે પણ આવી જ રીતે છેતરપિંડી (Fraud) છે કે કેમ તે દિશામાં તપાસ થાય તેવી શક્યતા છે.


આ પણ વાંચો :  21 વર્ષ જૂના વીમા છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો, રૂ.5 લાખનો લાભ લેનાર મુકેશ પટેલ ઝડપાયો

આ પણ વાંચો :  અમદાવાદ રિયલ એસ્ટેટ છેતરપિંડી કેસમાં EDની મોટી કાર્યવાહી, રૂ.1,290 કરોડની મિલકતો એટેચ

આ પણ વાંચો :  નવસારીમાં ભાજપ નેતા અને માતા સામે છેતરપિંડીનો ગુનો, શાળા છુપાવી NA મંજૂરી લેવાનો આક્ષેપ