@નિકુંજ પટેલ
સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓ રામોલ ટોલ ટેક્ષ પાસેથી માહિતીને આધારે દારૂના જથ્થા સાથે આઈસર ટ્રક કબજે કરી હતી. પોલીસે આ સંદર્ભે બે શખ્સોની ધરપકડ કરીને અન્ય ત્રણ ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 5.64 લાખનો દારૂ, મોબાઈલ, રોકડ રકમ વગેરે મળીને કુલ રૂ.30,11,031 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એસએમસીના પીએસઆઈ જે.એમ.પઠાણ અને તેમની ટીમે માહિતીને આધારે રામોલ ટોલ ટેક્ષ પાસે જાળ બિછાવી દારૂ ભરેલી આસર કબજે કરી હતી. આઈસરમાંથી પોલીસે રૂ.5,64,960 ની કિંમતની 2354 બોટલ કબજે કરી હતી. પોલીસે દારૂ, મોબાઈલ અને આઈસર મળીને કુલ રૂ.30,11,31 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે હરિયાણાના ડ્રાઈવર રાજવીર જયપાલ જાટ તથા હરિયાણાના જ રહેવાસી સોનુ ઈશ્વર મહાજનની ધરપકડ કરીને તેમને વધુ તપાસ માટે રામોલ પોલીસને સોંપ્યા હતા.
બીજીતરફ આઈસર કારનું પાઈલોટીંગ કરનારા આઈ ટ્વેન્ટી કારનો ચાલક, આઈસર ટ્રકનો માલિક તથા વાહનમાં દારૂ ભરનાર મળીને કુલ ત્રણ શખ્સો ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર
આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ
આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો
