Patan News/ પ્રેમિકાને મળવાની તાલીબાની સજા : ગ્રામજનોએ પ્રેમી સહિત ચાર યુવકના વાળ કાપ્યા

જોકે આ અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી

Gujarat Top Stories Others

Patan News : પાટણના સાંતલપુર તાલુકાના લોદરામાં એક ચોંકાવનારી ઘટના બની છે. કાંકરેજ તાલુકાનો એક યુવક યુવતીને મળવા ગયો હતો તેમજ અન્ય ત્રણ યુવક પણ તે યુવકની સાથે ગયા હતા. ગ્રામજનોએ આ ચારેય યુવકને પકડી પાડ્યા હતા. આ યુવકોના માથાના વાળ કાપીને તેમને સજા ફટકારી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જોકે આ અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

આ અંગે મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનો યુવક પ્રેમપ્રકરણ મામલે પાટણના લોદરા ગામમાં યુવતીને મળવા મિત્રો સાથે પહોંચ્યો હતો. આ યુવકની સાથે અન્ય ત્રણ યુવક પણ આવ્યા હતા. આ દરમિયાન ગ્રામજનોએ તેમને પકડી પાડ્યા હતા અને કાયદો હાથમાં લઈને જાતે જ સજા ફરમાવવાનો નિર્ણય લીધો હતો. આક્રોશિત ગ્રામજનોએ ચારેય યુવકોનાં માથાના વાળ કાપીને અર્ધમુંડન કરી નાખ્યાં હતાં.

આ સજાને લોકો ‘તાલિબાની સજા’ તરીકે ઓળખાવી રહ્યા છે.યુવકોને આ અપમાનજનક સજા આપતી વખતે કેટલાક ગ્રામજનોએ સમગ્ર ઘટનાનો વીડિયો શૂટ કર્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. વીડિયો વાઇરલ થતાં જ સમગ્ર પંથકમાં આ ઘટનાની ચર્ચાએ જોર પકડ્યું છે.બીજી તરફ વારાહી PSI વાય.એન. પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યુવકો યુવતીને મળવા આવ્યા હતા, ત્યારે ગ્રામજનોએ તેમને પકડી લીધા હતા.

પોલીસે વાઇરલ વીડિયો અંગે યુવકોનો સંપર્ક કર્યો હતો, જોકે યુવકોએ આ મામલો તેમના સમાજનો હોવાથી કોઈ કાર્યવાહી કરવાની ના પાડી હતી. લોદરા ગામના ચાર લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ સામે પક્ષે ફરિયાદ કરવાની ના પાડતાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. થરાદ ખાતે પણ આજથી 9 મહિના પહેલાં આવો જ એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને તાલિબાની સજા ફટકારાવામાં આવી હતી. કેટલાક શખસોએ ભેગા મળીને બ્લેડથી યુવકના વાળ કાપી નાખ્યા હતા અને માર માર્યો હતો. યુવક તેના મિત્રો સાથે પ્રેમિકાને મળવા ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Porbandar News/પોરબંદરમાં 6 વર્ષની બાળકી પર બળાત્કાર, આરોપીની ધરપકડ, પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો: Surat News/સુરતના ડિંડોલીમાં શિક્ષિકા પર બળાત્કાર, હોમગાર્ડ જવાનની ધરપકડ, પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો: Mehsana news/મહેસાણામાં તાંત્રિક વિધિના નામે ભુવાએ 8 વર્ષ સુધી યુવતી પર ગુજાર્યો બળાત્કાર, કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ