નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સમલૈગિંક લગ્નને કાયદેસરની માન્યતા આપવાની ઘસીને ના પાડી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે 3-2ની બહુમતીથી નિર્ણય લેતા જણાવ્યું હતું કે આવી મંજૂરી માત્ર કાયદા દ્વારા જ આપી શકાય છે. સુપ્રીમ કોર્ટ પાસે કાયદાનું અર્થઘટન કરાવવાની અને અમલ કરાવવાની સત્તા છે, કાયદો બનાવવાની સત્તા નથી.
સુપ્રીમ કોર્ટનું કહેવું હતું કે તેઓ સ્પેશ્યલ મેરેજ એક્ટની જોગવાઈઓને રદ કરી શકે નહી. આમ સમલૈગિંક સંબંધોને લગ્નસંબંધની સમકક્ષ ક્યારેય ગણી ન શકાય. તેમણે જણાવ્યું હતું કે સંસદ નક્કી કરે કે સમલૈંગિક લગ્નને માન્યતા આપવી કે નહી. તેમણે સમલૈંગિક સમાજ સામે ભેદભાવ રોકવા માટે કેન્દ્ર અને પોલીસ દળોને અનેક દિશાનિર્દેશ પણ આપ્યા હતા.
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે ભારતમાં એલજીબીટી સમુદાયને લગ્નમાં સમાનતાનો અધિકાર આપવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે સરકારને નિર્દેશ આપતા જણાવ્યું હતું કે આ મુદ્દા પર કમિટી બનાવો અને કાયદો લાગુ કરવા પર વિચાર કરો. તેની સાથે કોઈની સાથે પણ ભેદભાવ ન થવો જોઈએ તે મુજબના નિર્દેશ આપ્યા હતા.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે દરેકને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. આ સાથે આર્ટિકલ 21 હેઠળ સન્માન સાથે જીવવું એ મૂળભૂત અધિકાર છે. સરકારે પોતે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું જોઈએ. લગ્ન ચોક્કસપણે કાયદાકીય દરજ્જો છે, પરંતુ તે મૂળભૂત અધિકાર નથી.
સ્પેશ્યલ મેરેજ એક્ટને વિવિધ ધર્મ અને જાતિના લોકોને લગ્ન કરવાની મંજૂરી આપવા માટે બનાવવામાં આવ્યો હતો. સમલૈંગિક લગ્ન માટે તેને રદ કરવો ખોટો હશે. જો આ કાયદા હેઠળ સમલૈગિંક સંબંધને લગ્નનો દરજ્જો આપવામાં આવશે તો તેની અસર અન્ય કાયદાઓ પર પણ થશે, આ બધા અંગે હવે સંસદે વિચારવાનું છે.
ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે અમારી સમક્ષ મૂળભૂત અધિકારોનો મુદ્દે ઉઠાવાયો હતો. તેથી અમારા નિર્ણયને કોઈના પણ અધિકાર ક્ષેત્રમાં દખલ ગણાશે નહી. કોર્ટ કાયદો બનાવતી નથી, પરંતુ કાયદાનું અર્થઘટન કરે છે. આ વિષય ફક્ત શહેરી ઉચ્ચ વર્ગ પૂરતો મર્યાદિત નથી. દરેક વર્ગમાં આવા લોકો હોય છે. દરેક સંસ્થા સમયે-સમયે બદલાતી રહે છે. લગ્ન પણ આવી જ સંસ્થા છે. છેલ્લા 200 વર્ષોમાં આ ફેરફારો સતીપ્રથા નાબૂદીથી લઈને વિધવા પુનઃ લગ્નથી લઈ આંતરધાર્મિક અને આંતરજ્ઞાતીય લગ્નો સુધી થયા છે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે 18 અરજી આવી હતી.
આ પણ વાંચોઃ Junagadh/ જુનાગઢના ઉપરકોટમાં 8 શખ્સોએ નમાઝ પઢી, વીડિયો વાયરલ
આ પણ વાંચોઃ Same Sex Marriage/ દુનિયાના 34 દેશોમાં સમલૈંગિક લગ્નને આપવામાં આવી છે માન્યતા, આ 22 દેશોમાં બનેલાછે કાયદા
આ પણ વાંચોઃ Vadodara Suicide/ વડોદરામાં ગરબાના મેદાનમાં ફાંસો ખાઈ યુવકે કર્યો આપઘાત

