Junagadh/ જુનાગઢના ઉપરકોટમાં 8 શખ્સોએ નમાઝ પઢી, વીડિયો વાયરલ

ઉપરકોટમાં નમાઝના ફોટા વાયરલ થઇ રહ્યાં છે. અડી કડી વાવ પાસે જાહેરમાં નમાઝના ફોટા વાયરલ થતા લોકોમાં ચર્ચા શરૂ થઇ છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 91 3 જુનાગઢના ઉપરકોટમાં 8 શખ્સોએ નમાઝ પઢી, વીડિયો વાયરલ

Junagadh News:ગુજરાતના જુનાગઢમાંથી એવી ઘટના સામે આવી છે, જેના વિશે જાણીને તમે પણ દંગ રહી જશો. ઉપરકોટમાં નમાઝના ફોટા વાયરલ થઇ રહ્યાં છે. અડી કડી વાવ પાસે જાહેરમાં નમાઝના ફોટા વાયરલ થતા લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. રવિવારે 8 શખ્સોએ ઉપરકોટમાં નમાઝ પઢી હતી. તેમાં પોલીસ CCTVના આધારે તપાસ હાથ ધરશે.

ગઇકાલ 8 લોકો અડી કડી વાવ પાસે આવેલી ખુલ્લી લોનમાં નમાજ પઢતા જોવા મળ્યા હતા. આ અંગેની વાતો છાને ખૂણે ચર્ચાતી હતી. જેમાં હવે પોલીસ પણ મેદાનમાં આવે એવા એંધાણ મળી રહ્યા છે. આ વાત અત્યંત સંવેદનશીલ હોઇ તંત્ર પણ સાવચેતીપૂર્વક વર્તી રહ્યું છે. જોકે, નમાજ પઢતા દેખાયેલા 8 લોકોની હજી સુધી ઓળખ થઇ શકી નથી. આ શખ્સોએ કોમી ઉશ્કેરણી ફેલાવવા માટે આમ કર્યું છેકે, બીજા કારણોસર એની વીગત પણ આ શખ્સોની ઓળખ થયા બાદ મળી શકશે.

તાજેતરમાં વડોદરાની જાણીતી એમએસ યુનિવર્સિટી પણ નમાઝ મામલે વિવાદમાં સપડાઈ હતી. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સામે આવેલા શિવ મંદિર પાસે ત્રણ ઈસમોએ જાહેર નમાઝ પઢી હતી. મહત્વનું છે કે શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક પ્રવૃત્તિ કરવી તે પ્રતિબંધ છે તેમ છતાં જાહેરમાં યુનિવર્સિટી કેમ્પસમાં નમાજ પઢવામાં આવી હતી. જેને પગલે હવે વિવાદ ઉભો થયો હતો. આની પહેલા પણ ઘણી વખત જાહેરમાં નમાઝ પઢીને વિવાદ ઉભો કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 જુનાગઢના ઉપરકોટમાં 8 શખ્સોએ નમાઝ પઢી, વીડિયો વાયરલ


આ પણ વાંચો:મહેસાણામાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફૂટ્યાનો દાવો

આ પણ વાંચો:છોટાઉદેપુરની સરકારી શાળામાં મધ્યાન ભોજનમાં સડેલુ અનાજ જોવા મળ્યુ

આ પણ વાંચો:જામનગરમાં 9 વર્ષની બાળકીનો આપઘાત, હત્યાના આક્ષેપથી ચકચાર

આ પણ વાંચો:ગુજરાતમાં નકલી ટિકિટ આપી ક્રિકેટ પ્રેમી સાથે છેતરપિંડી