લોકાર્પણ/ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના હસ્તે દાહોદના ઐતિહાસિક છાબ તળાવનું ઈ- લોકાર્પણ કરવામાં આવશે

છોટાઉદેપૂર ખાતે યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન રુપિયા 117 કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ છાબ તળાવની દાહોદવાસીઓને ભેટ આપશે.

Top Stories Gujarat
4 22 2 વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના હસ્તે દાહોદના ઐતિહાસિક છાબ તળાવનું ઈ- લોકાર્પણ કરવામાં આવશે

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના હસ્તે દાહોદના ઐતિહાસિક છાબ તળાવનું ઈ- લોકાર્પણ કરવામાં આવશે. છોટાઉદેપૂર ખાતે યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન રુપિયા 117 કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ છાબ તળાવની દાહોદવાસીઓને ભેટ આપશે. નવીનીકરણ થયેલા છાબ તળાવમાં જાહેર સુવિધાઓ, બગીચાઓ, બોટિંગ સુવિધા ઉપલ્બધ છે. મુલાકાતીઓ માટે 2.5 કિલોમીટર લાંબો પથ – વે, સાયકલિંગ, રૂફ ટોપ સોલાર, એમ્ફિથિયેટર આકર્ષણનું કેન્દ્ર બનશે.

છાબ તળાવ સાથે જોડાયેલ ઐતિહાસિક વાત કરીએ તો..માળવા ઉપર ચઢાઇ કરવા જઇ રહેલા સિદ્ધરાજ જયસિંહએ દાહોદમાં લાવલશ્કર સાથે છાવણી નાખી. એ વિસ્તાર આજે પણ પડાવ તરીકે ઓળખાય છે. આ સૈનિકની સંખ્યા એટલી બધી હતી કે પાણીની જરૂરિયાત માટે તમામે એક એક એક છાબ ભરી માઢી કાઢી એટલે આ છાબ તળાવનું નિર્માણ થયું. હજું પણ ત્યાં ખોદકામ દરમિયાન પુરાતત્વીય અવશેષો મળી આવે છે. આવા ઐતિહાસિક તળાવના નવનિર્માણનું કાર્ય સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવ્યું છે.