Togadiya-Modi/ PM-શાહ 2024ની ચૂંટણીમાં વસ્તી અંકુશ કાયદા, સમાન નાગરિક આચારસંહિતા સાથે જઈ શકેઃ તોગડિયા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ આગામી વર્ષની સંસદીય ચૂંટણીઓ પહેલાં વસ્તી નિયંત્રણ અને સમાન નાગરિક સંહિતા (UCC) માટે કાયદો રજૂ કરશે.

Top Stories India
Togadiya-Modi

રાયપુર: ભૂતપૂર્વ વિશ્વ હિંદુ પરિષદ (VHP) નેતા પ્રવિણ તોગડિયાએ (Pravin Togadiya) રવિવારે Togadiya-Modi ભારતની વધતી વસ્તીને “ટિકીંગ ટાઈમ બોમ્બ” ગણાવી હતી અને તેના વિસ્ફોટ અને તેના પરિણામે થતી પ્રતિકૂળ અસરોને રોકવા માટે કાયદો ઘડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) આગામી વર્ષની Togadiya-Modi સંસદીય ચૂંટણીઓ પહેલાં વસ્તી નિયંત્રણ અને સમાન નાગરિક સંહિતા (UCC) માટે કાયદો રજૂ કરશે.

અંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ તોગડિયા રાજ્યના મહાસમુંદ જિલ્લાના બાસના વિસ્તારમાં Togadiya-Modi જાહેર સભાને સંબોધિત કરતા પહેલા છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

જ્યારે વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની માંગ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તોગડિયાએ કહ્યું, “વધતી વસ્તી અને વસ્તીનું અસંતુલન એ ટાઈમ બોમ્બ છે અને જ્યારે તે વિસ્ફોટ કરશે ત્યારે તે શહેરો અને ગામડાઓમાં આંતરવિગ્રહ તરફ દોરી જશે. તેથી, આવી પરિસ્થિતિને રોકવા માટે. વસ્તી નિયંત્રણ કાયદો ઘડવાની જરૂર છે.”

“હું માનું છું કે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ વસ્તી નિયંત્રણ, UCC Togadiya-Modi અને કાશી અને મથુરામાં મંદિરોના નિર્માણ અંગેના કાયદાઓ ઘડીને 2024ની ચૂંટણીમાં જશે. આ પગલાં માત્ર હિન્દુઓનું જ નહીં, પરંતુ તેમના (ભારતીય જનતા પાર્ટીના) મતોનું પણ રક્ષણ કરશે.” તેણે ઉમેર્યુ.

અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ભારત પહેલેથી જ હિન્દુ રાષ્ટ્ર છે અને અમે તેને હિન્દુ રાજકીય રાજ્ય તરીકે સ્થાપિત કરવા માગીએ છીએ. ભારત એક હિંદુ બહુમતી દેશ છે અને અમે ભારતમાં ક્યાંય પણ હિંદુઓને અસુરક્ષિત અનુભવવા દઈશું નહીં.

ઉલ્લેખનીય છે કે વિહિપના પ્રમુખ રહી ચૂકેલા તોગડિયાના પીએમ મોદી ગુજરાતના Togadiya-Modi મુખ્યપ્રધાન હતા ત્યારે ખાસ સંબંધો હતા. બંને વચ્ચેનો તાલમેળ પણ જબરજસ્ત હતો. પણ તેના પછી મોદીની શાસન કરવાની શૈલીના લીધે તોગડિયા અને બંને વચ્ચે ઘર્ષણ થતા સંબંધો વણસ્યા હતા. જોકે તોગડિયાને આજે પણ હિંદુઓનો મોટો વર્ગ તેમના કર્ણધાર તરીકે માને છે અને પીએમ મોદી તોગડિયા સાથેના સંઘર્ષ છતાં પણ તેમણે બજાવેલી કામગીરીની નોંધ તો જરૂર લીધી જ છે. પણ તોગડિયા હાલમાં પીએમ મોદીના નજીકના વર્તુળમાં સ્થાન પામતા નથી તે હકીકત છે.

આ પણ વાંચોઃ Amit Shah/ ઉદ્ધવ ઠાકરેનું શરદ પવારના ચરણોમાં આત્મસમર્પણઃ અમિત શાહના પ્રહારો

આ પણ વાંચોઃ Political/ અમારા વિના મજબૂત વિપક્ષી એકતા અસંભવ છે : કોંગ્રેસ

આ પણ વાંચોઃ ચેતવણી/ જાસૂસી બલૂન લઈને વિવાદ વકર્યો,અમેરિકાની ધમકી બાદ ચીને પણ આપી આ ચેતવણી