ડ્રગ્સ કેસ/ NCB DDGએ કહ્યું પ્રભાકર સેલનો સંપર્ક થઇ રહ્યો નથી અમે મુંબઇ પોલીસની મદદ માંગી

DDG જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે અમે  મુખ્ય સાક્ષી પ્રભાકર સેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પણ તેનો સંપર્ક થઇ રહ્યો નથી આ માટે મુંબઈ પોલીસની મદદ લેવામાં આવી છે.

Top Stories India
111110000 NCB DDGએ કહ્યું પ્રભાકર સેલનો સંપર્ક થઇ રહ્યો નથી અમે મુંબઇ પોલીસની મદદ માંગી

NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે સામે કથિત લાંચના આરોપોની તપાસ કરી રહેલા DDG જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે અમે  મુખ્ય સાક્ષી પ્રભાકર સેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પણ તેનો સંપર્ક થઇ રહ્યો નથી આ માટે મુંબઈ પોલીસની મદદ લેવામાં આવી છે. આશા છે કે તે જલ્દી જ તપાસમાં સામેલ થશે.

NCB DDG જ્ઞાનેશ્વર સિંહે શુક્રવારે કહ્યું કે ત્રણ દિવસથી અમે આ મામલે સ્વતંત્ર તપાસ કરી રહ્યા છીએ. આ તપાસમાં અનેક પાસાઓ પર ચર્ચા થઈ રહી છે.  અમે તમામ ઉપલબ્ધ સ્ત્રોતો દ્વારા મુખ્ય સાક્ષી પ્રભાકર સેલ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ મામલે  અમે મુંબઈ પોલીસ કમિશનરને પણ મદદ કરવા વિનંતી કરી છે, કારણ કે મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે પ્રભાકર સેલ મુંબઈ પોલીસના સંપર્કમાં છે.

પ્રભાકર સેલે તેના સોગંદનામામાં NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં કરોડોની લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. એનસીબીના ડીડીજી જ્ઞાનેશ્વર સિંહ આ મામલે તપાસ કરી રહ્યા છે. જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે અમે હજુ સુધી તેમને (પ્રભાકર સેલ) નોટિસ આપી શક્યા નથી. મને આશા છે કે તે તપાસમાં જોડાશે કારણ કે તે આ કેસમાં સૌથી મહત્વપૂર્ણ સાક્ષી છે.

ANI સાથે વાત કરતા ડીડીજીએ કહ્યું કે કેપી ગોસાવી કસ્ટડીમાં છે. તેને તપાસમાં સામેલ કરવાની પરવાનગી માટે અમારે કોર્ટનો સંપર્ક કરવો પડશે. અમે આશા રાખીએ છીએ કે અમે આ મામલાની તપાસ ટૂંક સમયમાં પૂરી કરી શકીશું.

તેમણે કહ્યું કે આ મામલે સમીર વાનખેડે સહિત પાંચ અધિકારીઓ અને ત્રણ સાક્ષીઓની તપાસ કરવામાં આવી છે. સમીર વાનખેડે પાસેથી કેટલાક દસ્તાવેજો લેવામાં આવ્યા છે, જેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. તેઓએ કેટલાક વધુ દસ્તાવેજો પણ માંગ્યા છે.