Vadodara/ બ્રેઈન ડેડ બાળકી સાત વ્યક્તિઓમાં જીવશે જિંદગી, આટલા અંગો કર્યા ડોનેટ…

વડોદરામાં પ્રથમ વખત બાળકીના સાત ઓર્ગન ડોનેટ નો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાથી અમદાવાદ નું અંતર ફક્ત 85 મિનિટમાં કાપી બાળકી નાં ઓર્ગન પહોંચાડ્યા છે.

Top Stories Gujarat Vadodara
niilgay 2 બ્રેઈન ડેડ બાળકી સાત વ્યક્તિઓમાં જીવશે જિંદગી, આટલા અંગો કર્યા ડોનેટ...

@અમિત ઠાકોર, વડોદરા. 

વડોદરામાં પ્રથમ વખત બાળકીના સાત ઓર્ગન ડોનેટ નો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાથી અમદાવાદ નું અંતર ફક્ત 85 મિનિટમાં કાપી બાળકી નાં ઓર્ગન પહોંચાડ્યા છે. જ્યારે અન્ય ઓર્ગન હવાઈ સેવા મારફતે દિલ્હી અને મુંબઈ પહોંચાડ્યા છે.

Gandhinagar / સહકારી બેન્કોને નાના માણસોને ધિરાણ આપવા માટે આગળ આવવા CM વિજ…

વડોદરા ટ્રાફિક પોલીસે વડોદરાથી અમદાવાદ 130 કિલોમીટરનો ગ્રીન કોરિડોર બનાવ્યો જેથી વડોદરાના અંગદાતાના અંગો અમદાવાદ હોસ્પિટલમાં રહેલા દર્દી સુધી સમયસર પહોંચી શકે. આ માટે  સવિતા હોસ્પિટલના ડોકટરોએ શહેર ટ્રાફિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. હાલોલમાં તબિયત લથડતા મૃત્યુ પામેલી  ૧૭ વર્ષીય બાળકીના ૭ ઓર્ગન અમદાવાદ શહેર ખાતે ગ્રીન કોરિડોર રચી પહોંચાડવામાં આવ્યા હતા જ્યારે અન્ય ઓર્ગન હવાઈ સેવા મારફતે મુંબઈ તેમજ દિલ્હી મોકલવામાં આવ્યા હતા. આ માટે હોસ્પિટલ સત્તાધીશો અને પોલીસ પ્રશાસને યુદ્ધના ધોરણે ફરજ બજાવી હતી.

Crime / જમીન વિવાદમાં ઘુમા કબીર આશ્રમના મહંત અપહરણ કેસમાં આટલા આરોપી…

હાલોલનાં રહેવાસી નીરજભાઈ શાહ અને તેમની પત્ની ક્રિમાતા બ્યુટીપાર્લર ચલાવે છે. અને તેઓને સંતાનમાં 17 વર્ષની દીકરી નંદની હાલોલ ખાતે ૧૨ કોમર્સમાં અભ્યાસ કરતી હતી અને પુત્ર જય ધોરણ 10 માં ભણે છે. 18 તારીખે રાત્રે તબિયત લથડતાં સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યાંથી તેને વધુ સારવાર અર્થે વડોદરાની સવિતા હોસ્પિટલ લાવવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેને બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવારજએ તબીબોના સંકલનથી દીકરીના સાત ઓર્ગન ડોનેટ કરવા સહમતી દર્શાવી હતી.

Cricket / ક્રિકેટ પ્રેમીઓ આનંદો..!! 2022થી અમદાવાદની ટીમ પણ IPLમાં રમે…

Gujarat / કોરોનાકાળમાં રાજ્ય સરકારે લોકો પાસેથી વસુલ્યો અધધધ 1.16 અબજન…

હોસ્પિટલના સત્તાધીશો એ ઓર્ગન ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી કારણકે આ કામગીરીમાં સમય મર્યાદા ખૂબ મહત્વની હોય છે ફેફસા મુંબઈની હોસ્પિટલ ખાતે ચાર્ટર્ડ વિમાનમાં લઈ જવાશે. જયારે હાર્ટ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં ઈન્ડિગો ફ્લાઈટ મારફતે મોકલાશે. તેમજ બે કિડની ,બે આંખો અને લીવર અમદાવાદની આઈ .કે. ડી. હોસ્પિટલ ખાતે ગ્રીન કોરિડોર તૈયાર કરી લઈ જવાશે. જેથી પોલીસ કમિશનર આર બી બ્રહ્મભટ્ટે તાત્કાલિક ટ્રાફિક પોલીસની ટીમને તૈયાર કરી ગ્રીન કોરિડોર ઊભો કર્યો હતો ટ્રાફિક પોલીસે ફાયરીંગ કરીને 129 કિલોમીટરનું અંતર માત્ર ૮૫ મીનીટ માં પૂરું કરીને ઓર્ગન સહી સલામત અમદાવાદની હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા આ પહેલા પણ ત્રણ વખત વડોદરા પોલીસે ગ્રીન કોરિડોર ઉભો કરી અમદાવાદ ખાતે ઓર્ગન પહોંચાડ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો