Loksabha Election 2024/ ભાવનગરમાં આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર

ભાવનગરના ઇન્ડિયા જોડાણના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર રાખવામાં આવ્યું છે. ભાવનગર કલેક્ટર કચેરીએ એક કલાકની સુનાવણી પછી આ ફોર્મ મંજૂર રાખવામાં આવ્યું છે.

Gujarat Others
Beginners guide to 2024 04 21T122136.990 ભાવનગરમાં આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર

ભાવનગરઃ ભાવનગરના ઇન્ડિયા જોડાણના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર રાખવામાં આવ્યું છે. ભાવનગર કલેક્ટર કચેરીએ એક કલાકની સુનાવણી પછી આ ફોર્મ મંજૂર રાખવામાં આવ્યું છે. ભાવનગર બેઠક પરથી ભાજપે આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ રદ કરવા માંગ કરી હતી.

ભાજપનો આરોપ હતો કે ઉમેદવારે એફિડેવિટમાં ખોટી માહિતી આપી છે. ભાજપે ઉમેશ મકવાણાના એફિડેવિટમાં અમુક ખોટી માહિતી આપવામાં આવી હોવાની દલીલો સાથે અરજી કરી છે. ભાજપનો આરોપ છે કે ઉમેશ મકવાણાની આવક છેલ્લા પાંચ વર્ષમાં દર્શાવેલી આવક કરતાં વધારે જણાય છે. એફિડેવિટમાં વિસંગતતાના લીધે જવાબ આપવા આપના ઉમેદવારે સમય માંગ્યો હતો અને તે તેને આપવામાં આવ્યો છે.

આમ આપના ઉમેદવાર ઉમેશ મકવાણાને જીવતદાન મળ્યું છે તો સુરતમાં નિલેેશ કુંભાણીની ટિકિટ કપાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલશ કુંભાણીું ફોર્મ રદ કરવામાં આવશે તે તે મહદઅંશે સુનિશ્ચિત થઈ ચૂકયું છે. ફક્ત નિલેશ કુંભાણી જ નહી કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ થવાની પૂરેપૂરી શક્યતા હોવાનું સૂત્રએ જણાવ્યું છે. સુરતની કલેક્ટર કચેરીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેની રજૂઆત કલેક્ટર કચેરીએ સંભાળી લીધી છે. આશ્ચર્યની વાત તો એ છે કે સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે શંકા કોંગ્રેસના જ નેતા અસલમ સાઇકલવાલાએ વ્યક્ત કરી છે. તેમણે રીતસર હાથ ખંખેરતા હોય તેમ જણાવ્યું હતું કે કુંભાણીએ ટેકેદારોને રાખવામાં તેમનો પાવર વાપર્યો હતો. તેમણે ટેકેદારોમાં તેમના જ સંબંધી રાખ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોને ત્યાં કોઈ સ્થાન ન હતુ. તેથી હવે જે પણ થાય તેની જવાબદારી નિલેશ કુંભાણીની જ રહેશે. આમ કોંગ્રેસમાં પણ આ મુદ્દે જે પણ થાય તેની જવાબદારી નિલેશ કુંભાણી પર ઢોળવાનો તખ્તો ગોઠવાઈ ગયો છે.

સુંરતમાં નિલેશ કુંભાણીના ટેકેદારો ગાયબ થવા અંગે તેમના એડવોકેટ બાબુભાઈ માંગુકિયાએ પત્રકાર પરિષદ ભરીને જણાવ્યું હતું કે ફોર્મમાં સિગ્નેચરની તપાસ તો થવી જ જોઈએ,પરંતુ એફિડેવિટ કરનારની પણ તપાસ થવી જોઈએ. આ સિવાય આ એફિડેવિટ શા માટે છેલ્લી ઘડીએ કરવામાં આવી તે પણ જોવું જોઈએ. અમારા ચાર ટેકેદારોનું અપહરણ થયું છે. તે મળે નહીં ત્યાં સુધી કોઈ ચુકાદો ન આપવો જોઈએ. હેન્ડ રાઇટિંગને એફએસએલમાં મોકલી આપવા જોઈએ અને સહી સાચી છે કે ખોટી તેની તપાસ કરવી જોઈએ. તેઓએ જણાવ્યું છે કે ટેકેદારની સહી ખોટી છે. તેઓએ જણાવ્યું હતું કે ટેકેદારોનું ભાજપ દ્વારા અપહરણ કરાયું છે. વિડીયો ફૂટેજ કરીને તપાસ કરવામાં આવે. પોલીસને અરજી આપી તેમા કોઈ કાર્યવાહી થઈ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી

આ પણ વાંચો: નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની પૂરેપૂરી સંભાવના

આ પણ વાંચો: ‘રૂપાલાએ 300ના બદલે 50 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામુ રજૂ કર્યુ હોવા છતાં તેમનું ફોર્મ માન્ય કેવી રીતે?’

આ પણ વાંચો: રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે ભાજપની ફરિયાદ