પાટણ,
બહુજન ક્રાંતિ મોરચાના વામન મેશ્રામ દ્વારા તાજેતરમાં પોતાના ભાષણમાં હિન્દુ દેવી-દેવતાઓ અને બ્રહ્મ સમાજ સામે ટિપ્પણી કરવામાં આવી હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.જેથી પાટણના દરવાજા ખાતે બ્રહ્મ દેવ સમાજ દ્વારા સમગ્ર જીલ્લામાં વામન મેશ્રામને ગુજરાતમાં પ્રવેશ પ્રતિબંધ કરવાની સાથે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માંગ કરવામાં આવી.સાથે જ એક દિવસના પ્રતિક ધરણા યોજવામાં આવ્યા.આયોજિત કરાયેલા આ કાર્યક્રમને રાજપૂત સમાજ કરણી સેના સહિત વિવિધ હિન્દુ સંગઠનોએ પણ સમર્થન આપ્યું.