Not Set/ મોરબી/ મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે છેતરપીંડી કરનાર ભેજાબાજ ઝડપાયો

છેતરપીંડી કરનારની પોલીસે ધરપકડ કરી યોજનાના ખોટા સિક્કા બનાવી 3.15 લાખની છેતરપીંડી પોલીસે વિશાલ પંચોલીની કરી ધરપકડ વિશાલ પંચોલી સીકરયોરીટી એજન્સી ચલાવતો હતો સરકારી કચેરીઓના બોગસ સિક્કા અને દસ્તાવેજ જપ્ત આરોપી વિશાલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પોલીસે વધુ તપાસ હાથ ધરી મોરબી ખાતે મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે જરૂરિયાતમંદ લોકોને આવાસો આપવાની લાલચ આપીછેતરપીંડી  કર્યાનો બનાવ […]

Gujarat Others
શિક્ષાપત્રી 3 મોરબી/ મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે છેતરપીંડી કરનાર ભેજાબાજ ઝડપાયો
  • છેતરપીંડી કરનારની પોલીસે ધરપકડ કરી
  • યોજનાના ખોટા સિક્કા બનાવી 3.15 લાખની છેતરપીંડી
  • પોલીસે વિશાલ પંચોલીની કરી ધરપકડ
  • વિશાલ પંચોલી સીકરયોરીટી એજન્સી ચલાવતો હતો
  • સરકારી કચેરીઓના બોગસ સિક્કા અને દસ્તાવેજ જપ્ત
  • આરોપી વિશાલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
  • પોલીસે વધુ તપાસ હાથ ધરી

મોરબી ખાતે મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે જરૂરિયાતમંદ લોકોને આવાસો આપવાની લાલચ આપીછેતરપીંડી  કર્યાનો બનાવ સામે આવ્યો છે. સરકારી કચેરીના બોગસ સ્ટેમ્પ બનાવી આખું કૌભાંડ ચલાવતું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વિશાલ પંચોલી સીકરયોરીટી એજન્સી ચલાવતો હતો. અને તેના દ્વારા ગરીબ લોકોને ઘરના ઘરનું સપનું બતાવી આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યુ છે. વિશાલ દ્વારા નગરપાલિકાના બોગસ સહી સિક્કા કરીને ચાર વ્યક્તિ સાથે રૂપિયા 3 લાખ 15 હજારનું કૌભાંડ બહાર આવ્યું હતું. ભેજાબાજ વિશાલ પંચોલીને હાલ તો પોલીસે ઝડપી લીધો છે. જોકે આ ભેજાબાજ ઠગે પોલીસના નામે પણ તોડ કરીને અનેકને જાળમાં ફસાવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.