ભાવ વધારો/ સુરતમાં કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધતા લોકો પરેશાન

એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકોનાં ધંધા રોજગાર ઠપ થઇ ગયા છે. આ બધા વચ્ચે પેટ્રોલ ડીઝલનાં ભાવ આસમાને પહોંચ્યા છે.

Top Stories Gujarat Surat
1 101 સુરતમાં કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધતા લોકો પરેશાન

@સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ – સુરત

એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકોનાં ધંધા રોજગાર ઠપ થઇ ગયા છે. આ બધા વચ્ચે પેટ્રોલ ડીઝલનાં ભાવ આસમાને પહોંચ્યા છે. છેલ્લા 17 દિવસમાં પેટ્રોલમાં 3 રૂપિયા અને ડીઝલમાં 4 રૂપિયાનો વધારો થયો છે. હાલમાં સુરતમાં પેટ્રોલનો ભાવ 91 રૂપિયા અને ડીઝલ 92 રૂપિયા થયો છે. તો બીજી તરફ પેટ્રોલ ડીઝલનાં ભાવો આસમાને પહોંચતા લોકોની હાલત કફોડી બની છે.

1 102 સુરતમાં કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધતા લોકો પરેશાન

મોટા સમાચાર / ઇઝરાયલમાં સૌથી મોટું સત્તા પરિવર્તન, 12 વર્ષથી સત્તા પર રહેલા નેતન્યાહૂની વિદાઈ નક્કી

પેટ્રોલ 91 રૂપિયા તો ડીઝલ 91 રૂપિયા લીટર થયું

દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. સુરત પણ તેમાંથી બાકાત રહ્યું નથી. સુરતમાં પણ કોરોનાને લઈને કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ બધા વચ્ચે લોકોનાં ધંધા રોજગાર ઠપ થઇ ગયા છે. અને લોકોની હાલત કફોડી બની છે. પરંતુ લોકોને રાહત આપવાને બદલે હવે પેટ્રોલ ડીઝલનાં ભાવ આસમાને પહોંચ્યા છે. અઠવા પેટ્રોલપંપનાં મેનેજર મનીષ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા 17 થી 18 દિવસમાં પેટ્રોલમાં 3 રૂપિયા અને 81 પૈસાનો વધારો થયો છે. જયારે ડીઝલમાં 4 રૂપિયાનો વધારો થયો છે. 3 જુનનાં રોજ પેટ્રોલનનો ભાવ 91 રૂપિયા અને 55 પૈસા છે જયારે ડીઝલનો ભાવ 92 રૂપિયા અને 3 પૈસા છે. પેટ્રોલ ડીઝલનાં ભાવ આસમાને પહોંચતા વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે.

1 103 સુરતમાં કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધતા લોકો પરેશાન

અપીલ / CBSE ની જેમ રાજ્યોના બોર્ડ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરે, મુખ્યમંત્રીઓને પ્રિયંકા ગાંધીએ કરી અપીલ

સરકાર શું કરે છે ખબર નથી

બીજી તરફ પેટ્રોલમાં ભાવ વધારો થતા લોકોની હાલત કફોડી બની રહી છે. પેટ્રોલ પુરાવવા આવતા લોકોએ જણાવ્યું હતું કે એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. લોકોનાં ધંધા રોજગાર ઠપ થઇ ગયા છે. બીજી તરફ નોકરી પણ જઈ રહી છે ત્યારે આ સમયે પેટ્રોલનો ભાવ 91 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ત્યારે સરકાર શું કરી રહી છે તે ખબર પડતી નથી. સરકારને વિનંતી કરીએ છીએ કે ભાવમાં ઘટાડો કરે.

kalmukho str 1 સુરતમાં કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધતા લોકો પરેશાન