Not Set/ આ જગ્યાએ વહેચાઈ રહ્યું હતું કેમિકલ અને પાણીના મિશ્રણનું નકલી લોહી, એસટીએફે કર્યો પર્દાફાશ

લખનૌ ઉત્તર પ્રદેશમાં માનવજીવનના સ્વાસ્થ્ય સાથે ચેનચાળાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં લખનૌમાં લોહીનો કાળો કારોબાર સામે આવ્યો છે. સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ દ્વારા આ કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એસટીએફે ગુરુવારે રાત્રે બે હોસ્પિટલમાં રેડ પાડીને આઠ નકલી લોહી બનાવવાના યુનિટ પકડી પાડ્યા હતા. એસટીએફના રીપોર્ટ પ્રમાણે આરોપી કેમિકલ અને પાણીના મિશ્રણથી બે […]

Top Stories India Trending
568598 blood bank thinkstock 042417 આ જગ્યાએ વહેચાઈ રહ્યું હતું કેમિકલ અને પાણીના મિશ્રણનું નકલી લોહી, એસટીએફે કર્યો પર્દાફાશ

લખનૌ

ઉત્તર પ્રદેશમાં માનવજીવનના સ્વાસ્થ્ય સાથે ચેનચાળાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં લખનૌમાં લોહીનો કાળો કારોબાર સામે આવ્યો છે. સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ દ્વારા આ કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

એસટીએફે ગુરુવારે રાત્રે બે હોસ્પિટલમાં રેડ પાડીને આઠ નકલી લોહી બનાવવાના યુનિટ પકડી પાડ્યા હતા.

એસટીએફના રીપોર્ટ પ્રમાણે આરોપી કેમિકલ અને પાણીના મિશ્રણથી બે યુનિટ બ્લડમાંથી ત્રણ યુનિટ લોહી બનાવતા હતા.

બીજી ચોંકાવનારી વાત તો એ છે, કે અહિયાં કામ કરનારા કર્મચારી પાસે કોઈ મેડીકલ ડીગ્રી નથી તો બીજી બાજુ આ બ્લડ બેંકમાં કોઈ ડોકટર પણ નહતું.

મજુર અને રીક્ષાચાલક પાસેથી ૧૦૦૦-૧૨૦૦ રૂપિયા આપીને બ્લડ ખરીદતા હતા અને તેમાં પાણી અને કેમિકલ ભેળવીને ૩૫૦૦ રૂપિયામાં વેંચવામાં આવ્યું હતું.

વધુમાં એસટીએફે કહ્યું હતું કે, મડીયાવ ગામમાં આ કારોબાર આજકાલથી નહી પરંતુ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો.

૧૫ દિવસ સુધી આ મામલે તપાસ કરીને એસટીએફે તેનો પર્દાફાશ કર્યો છે.

એસટીએફની આ કામગીરી ઘણી ગોપનીય હતી જેને લઈને ત્યાની સ્થાનિક પોલીસને પણ શક નહતો ગયો.