Gujarat election 2022/ રાજકારણના ચાણકય અમિત શાહના હાથમાં ગુજરાતની કમાન, આ તારીખે જાહેર થશે ભાજપના ઉમેદવારની યાદી!

ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પણ ભાજપે હજુ સુધી તેના ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. જો કે નામોની યાદી તૈયાર કરવામાં આવી છે

Top Stories Gujarat
28 1 રાજકારણના ચાણકય અમિત શાહના હાથમાં ગુજરાતની કમાન, આ તારીખે જાહેર થશે ભાજપના ઉમેદવારની યાદી!
  • અમિત શાહના હાથમાં ગુજરાતની કમાન
  • શાહના નિવાસ સ્થાને આજે યોજાશે બેઠક
  • PM મોદી અને જે.પી.નડ્ડા પણ રહેશે હાજર
  • ભુપેન્દ્ર પટેલ અને C.R પાટીલ દિલ્લીમાં
  • ઉમેદવારોના નામો પર પણ થશે ચર્ચા
  • ભાજપ કોર કમિટીની કાલે મળી હતી બેઠક
  • 10-11 નવેમ્બરે ઉમેદવારોની યાદી થશે જાહેર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. તેમણે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વ્યૂહરચના ઘડવા માટે મંગળવારે દિલ્હીમાં બીજેપી કોર કમિટીના સભ્યોની મહત્વની બેઠક બોલાવી હતી, બેઠકમાં હાજરી આપવા માટે ગુજરાત ભાજપ કોર કમિટીના તમામ નેતાઓ દિલ્હી પહોંચી ગયા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હીમાં છે. આજે મુખ્યમંત્રી ભાજપના ટોચના નેતાઓને પણ મળવાના છે.

ઉમેદવારોના નામો પર પણ વિચાર કરવામાં આવશે
ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પણ ભાજપે હજુ સુધી તેના ઉમેદવારોની યાદી જાહેર કરી નથી. જો કે નામોની યાદી તૈયાર કરવામાં આવી છે. હવે તેને અંતિમ સ્વરૂપ આપવા માટે, ભાજપ બુધવારે સાંજે દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં તેની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજશે. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર રહેશે.

સીઆર પાટીલને વધુ બેઠકો જીતવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે
પાર્ટીના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બેઠક પહેલા ભાજપ ગુજરાત કોર ગ્રુપ જેપી નડ્ડા અને અમિત શાહ સાથે અલગથી બેઠક કરશે. આ બેઠક દરમિયાન તમામ કેન્દ્રીય અને રાજ્યના નેતૃત્વ અધિકારીઓ હાજર રહી શકે છે. PM ગુજરાતના ટોચના નેતાઓ સાથે પ્રચારને લઈને અલગથી ચર્ચા કરશે. ખાસ કરીને સીઆર પાટીલ સાથે, કારણ કે વડાપ્રધાન મોદીએ તેમને અત્યાર સુધીની સૌથી વધુ બેઠકો જીતવાનો ટાર્ગેટ આપ્યો છે.

01 અને 05 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે
ઉલ્લેખનીય છે કે, 182 સીટોવાળી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. 01 ડિસેમ્બર અને 05 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી, 2023 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. ગુજરાતમાં ભાજપ અને તેની હરીફ કોંગ્રેસ પાર્ટી વચ્ચે સામસામે ટક્કર જોવા મળી રહી છે, પરંતુ આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ચૂંટણી મેદાનમાં પ્રવેશને લઈને મુકાબલો ત્રિકોણીય થવાની સંભાવના છે.