Not Set/ ક્રિસ ગેલનો પાકિસ્તાન પ્રેમ છલકાયો, તાજેતરનો સૌથી સુરક્ષિત દેશ ગણાવ્યો

વેસ્ટ ઇન્ડીઝનાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને ખાતરી છે કે “પાકિસ્તાન હાલમાં ક્રિકેટ રમવા માટે વિશ્વની સૌથી સુરક્ષિત જગ્યા છે.” ગેલ હાલમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ચટગાંવ ચેલેન્જર્સ તરફથી રમે છે. ક્રિસ ગેલે અહીં પત્રકારોને જણાવ્યું કે, “પાકિસ્તાન વિશ્વની સલામત જગ્યાઓમાંથી એક છે. જો તેઓ એમ કહે કે તમને રાષ્ટ્રપતિની જેમ સુરક્ષા મળશે, તો તમે સુરક્ષિત હાથમાં […]

Top Stories Sports
019f0 15787449861366 800 ક્રિસ ગેલનો પાકિસ્તાન પ્રેમ છલકાયો, તાજેતરનો સૌથી સુરક્ષિત દેશ ગણાવ્યો

વેસ્ટ ઇન્ડીઝનાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને ખાતરી છે કે “પાકિસ્તાન હાલમાં ક્રિકેટ રમવા માટે વિશ્વની સૌથી સુરક્ષિત જગ્યા છે.” ગેલ હાલમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં ચટગાંવ ચેલેન્જર્સ તરફથી રમે છે. ક્રિસ ગેલે અહીં પત્રકારોને જણાવ્યું કે, “પાકિસ્તાન વિશ્વની સલામત જગ્યાઓમાંથી એક છે. જો તેઓ એમ કહે કે તમને રાષ્ટ્રપતિની જેમ સુરક્ષા મળશે, તો તમે સુરક્ષિત હાથમાં છો. અમે બાંગ્લાદેશમાં પણ સંપૂર્ણપણે સલામત છીએ.”

Image result for chris gayle

તાજેતરમાં, શ્રીલંકા છેલ્લા 10 વર્ષમાં પ્રથમ એવી ટીમ બની જેણે ટેસ્ટ સીરીઝ માટે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે. પાકિસ્તાનમાં ટેસ્ટ સિરીઝ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) નાં પ્રમુખ એહસાન માનીએ કહ્યું હતું કે “પાકિસ્તાન સલામત છે. અમે સાબિત કરી દીધું કે પાકિસ્તાન સલામત છે, જો કોઈ અહીં આવવાનું નથી ઇચ્છતું તો તેઓએ સાબિત કરવું જોઈએ કે તે કેમ અસુરક્ષિત છે.” હાલની સ્થિતિમાં ભારતમાં સુરક્ષાનો મુદ્દો પાકિસ્તાન કરતા વધુ ગંભીર છે.”

Image result for pakistan ground

તેમણે કહ્યું, “પાકિસ્તાનમાં શ્રીલંકાનાં સફળ પ્રવાસ બાદ સલામતી અંગે કોઈ શંકા હોવી જોઈએ નહીં. તે પાકિસ્તાનમાં ટેસ્ટ ક્રિકેટની પુનઃસ્થાપના માટે એક મોટું પગલું સાબિત થયું છે. વિશ્વમાં પાકિસ્તાનની છબી સુધારવામાં મીડિયા અને પ્રેક્ષકોની મુખ્ય ભૂમિકા હશે. ” હવે, પીસીબીએ બાંગ્લાદેશને ત્રણ ટી-20 અને બે ટેસ્ટ મેચ માટે આમંત્રણ આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.