Not Set/ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ/ PM મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ ફરી પડી શકે છે ઘોંચમાં

PM મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ અને કેન્દ્ર સરકારનો અતિમહત્વકાંશી ગણાતો, બુલેટ ટ્રેન પ્રોજેકટ ફરી ઘોંચમાં પડે તેવી શકયતા સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેકટ મામલે સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલતા વિવાદમાં ગુજરાત હાઇકોર્ટમાં ખેડૂતો તરફી નિર્ણય નહિ આવતા, સુરત સહિત દક્ષિણ ગુજરાતના 500 જેટલા અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી […]

Top Stories Gujarat Surat Others
201809191240250173 1000 farmers protest against Mumbai Ahmedabad bullet train SECVPF બુલેટ ટ્રેન પ્રોજેક્ટ/ PM મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ ફરી પડી શકે છે ઘોંચમાં
PM મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ અને કેન્દ્ર સરકારનો અતિમહત્વકાંશી ગણાતો, બુલેટ ટ્રેન પ્રોજેકટ ફરી ઘોંચમાં પડે તેવી શકયતા સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેકટ મામલે સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલતા વિવાદમાં ગુજરાત હાઇકોર્ટમાં ખેડૂતો તરફી નિર્ણય નહિ આવતા, સુરત સહિત દક્ષિણ ગુજરાતના 500 જેટલા અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. અસરગ્રસ્ત ખેડુતો ઉપરાંત પ્રોજેકટનાં 70 જેટલા અસરગ્રસ્ત મકાન માલિકો પણ સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરશે તેવું જાણવામાં આવી રહ્યું છે.
આપને જણાવી દઇએ કે, બુલેટ ટ્રેન જમીન સંપાદન ને લઈ હાઇકોર્ટનો ચુકાદો ખેડૂતો તરફી નહીં આવતા, હવે ખેડૂતો સુપ્રીમ કોર્ટના શરણે પહોંચ્યા છે. કેન્દ્ર સરકારના વર્ષ 2013ના કાયદા પ્રમાણે જમીન સંપાદન કરી વળતર ચુકવવાની માંગ સાથે ખેડૂતો દ્વારા સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરવામાં આવી છે.
અસરગ્રસ્ત ખેડૂતો સહિત દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા સોમવારે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ  કરવામાં આવી છે. રાજ્ય સરકાર વર્ષ 2016ના કાયદા પ્રમાણે ખેડૂતોને જમીન સંપાદનનું વળતર આપવાની વાત કરી રહી છે, રાજ્ય સરકારે વર્ષ 2013ના બદલે વર્ષ 2016ના કાયદામાં સુધારા કરી જમીન સંપાદનનો કાયદો લાગુ કર્યો છે. બૂલેટ ટ્રેન પ્રોજેકટ મામલે સુરત સહિત દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યું છે. અગાઉ હાઇકોર્ટ દ્વારા ખેડૂતોની અરજી ગાહય ન રાખી ફગાવી દેવામા આવી હતી. ખેડૂતો સાથે હવે પ્રોજેકટ અસરગ્રસ્ત 70 મકાનોના માલિક પણ સુપ્રીમ કોર્ટમાં યોગ્ય વળતર માટે આવતીકાલે પીટીશન કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.