Not Set/ હવે માત્ર આઠ જ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ , જાણો કયા શહેરોમાં લાગુ પડશે

કોર કમિટી માં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરી થી રાજ્યના માત્ર 8 મહાનગરો માં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે.

Top Stories Gujarat
Untitled 34 હવે માત્ર આઠ જ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ , જાણો કયા શહેરોમાં લાગુ પડશે

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા હાથ ધરીને કેટલાક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર ,ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવ  રાજકુમાર અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા.

કોર કમિટી માં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરી થી રાજ્યના માત્ર 8 મહાનગરો માં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે. જેમાં અમદાવાદ. વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર, જુનાગઢ, જામનગર, અને ભાવનગનો સમાવેશ થાય છે.   કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઈડ લાઇન્સ ના અન્ય નિયમો ના અમલ અંગેનું ગૃહ વિભાગ નું વિગતવાર જાહેર નામુ આ સાથે સામેલ છે.

હોટેલ રેસ્ટોરેન્ટ બેઠક ક્ષમતાના 75 % સાથે રાત્રીને 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકશે. રાત્રે 11 સુધી વેપાર-ધંધા ચાલુ રાખી શકાશે. તો દુકાનો, કોમર્શિયલ સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કૉમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, સાપ્તાહિક ગુજરીબજાર, હાટ, હેરકટિંગ શૉપ, સ્પા-સલૂન, બ્યૂટિપાર્લર તથા અને વ્યાપારિક ગતિવિધિઓ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જે-તે દુકાન-ઑફિસના માલિક, સંચાલક, કર્મચારીઓ માટે રસીના બે ડોઝ ફરજિયાત રહેશે.  રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક જાહેર કાર્યક્રમો ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં કાર્યક્રમ યોજી શકાશે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે.  જિમ, સિનેમા, વોટરપાર્ક, લાઇબ્રેરી બેઠક ક્ષમતાના 50 % લોકોને જ મંજૂરી આપી શકાશે. ઓડિટોરિયમ કે એસેમ્બ્લી હૉલમાં પણ બેઠક ક્ષમતાના 50 % લોકોને મંજૂરી મળશે. લગ્ન પ્રસંગો માટે ખુલ્લી જગ્યામાં માત્ર 300 લોકોની મર્યાદામાં યોજી શકાશે. જ્યારે ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. અંતિમક્રિયા કે અંતિમવિધિને લગતા પ્રસંગોમાં મહત્તમ માત્ર 100 લોકો ઉપસ્થિત રહી શકશે.

Untitled 32 હવે માત્ર આઠ જ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ , જાણો કયા શહેરોમાં લાગુ પડશે

Untitled 33 હવે માત્ર આઠ જ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ , જાણો કયા શહેરોમાં લાગુ પડશે

 

 

Life Management / ફુગ્ગાઓ પર નામ લખીને રૂમમાં મુકવામાં આવ્યા હતા, દરેકને તેમના નામનો બલૂન શોધવાનો હતો પણ

આસ્થા / બજરંગબલીની દરેક તસવીર કોઈને કોઈ વિશેષ લાભ આપે છે

આસ્થા / એક સમયે આ મંદિર આગમાં બળીને રાખ થઈ ગયું હતું, આજે આ પરંપરાના કારણે છે ચર્ચામાં, વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ

લખીમપુર હિંસા / HCએ કેન્દ્રીય મંત્રી ટેનીના પુત્રને જામીન આપ્યા, આશિષ મિશ્રા લખીમપુર હિંસાનો છે મુખ્ય આરોપી