ગાંધીનગર,
રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કરેલા નિવેદનની સામે વળતો પ્રહાર કરતાં ભાજપના જ નેતા રેશ્મા પટેલે કહ્યું હતું કે, ભાજપના જ 5 થી 7 ધારાસભ્યો મારા સંપર્કમાં છે. જે લોકો પણ ભાજપથી કંટાળી ગયા છે. પણ બોલી શકતા નથી.
તમે પક્ષ માટે રાજનિતી કરી રહયા છો કે બીજા માટે તમે માત્ર પક્ષની ચિંતા છે બીજાની નહિ. અમે પ્રજાના કામ માટે આવ્યા છીએ પવિત્ર થવા માટે નહિ. ભાજપમાં આવશે તો પવિત્ર થઇ જશે. આવા રાજકીય બયાનબાજી કરી પ્રજામાં અવિશ્વાશ અને અફરાતરફી થાય એવું ના કરશો. બીજા પક્ષ પર પ્રહાર કર્યા વિના લોકોના કે પ્રજાના કામ કરવા જોઇએ.