Not Set/ સીરીઝ જીતવા બદલ દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ટીમ ઈન્ડિયાને આપી શુભેરછા, કહ્યું આવું

ભારતે ઓસ્ટ્રેલિયાની જમીન પર પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો. આ શ્રેણી ભારતે ૨-૧થી જીતી લીધી હતી. આની સાથે જ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવા માટેના ૭૨ વર્ષના ઇન્તજારનો પણ અંત આવી ગયો હતો. ઓસ્ટ્રેલિયાની જમીન પર શ્રેણી જીતનાર વિરાટ કોહલી પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો હતો.ભારતની આ શાનદાર જીત બદલ રાષ્ટ્રપતિ અને […]

Top Stories India Trending Sports
modi 6 સીરીઝ જીતવા બદલ દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ટીમ ઈન્ડિયાને આપી શુભેરછા, કહ્યું આવું

ભારતે ઓસ્ટ્રેલિયાની જમીન પર પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતીને નવો ઇતિહાસ રચ્યો હતો. આ શ્રેણી ભારતે ૨-૧થી જીતી લીધી હતી. આની સાથે જ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવા માટેના ૭૨ વર્ષના ઇન્તજારનો પણ અંત આવી ગયો હતો.

ઓસ્ટ્રેલિયાની જમીન પર શ્રેણી જીતનાર વિરાટ કોહલી પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો હતો.ભારતની આ શાનદાર જીત બદલ રાષ્ટ્રપતિ અને વડપ્રધાને ભારતીય ક્રિકેટ ટીમને શુભેરછા આપી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદે લખ્યું છે કે વિરાટ કોહલી અને તેમની ટીમને અંતિમ સુધી રમવા માટે અને ઓસ્ટ્રેલીયામાં ટેસ્ટ સીરીઝમાં જીત બદલ શુભેરછા. જોરદાર બોલીગ, બેટિંગ અને ટીમ ઇન્ડિયાની મહેનતે દેશને ગૌરવ અપાવ્યું છે. આ જ આદતને બનાવી રાખો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટેસ્ટ સીરીઝની જીતને ઐતિહાસિક જીત કહી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે ઓસ્ટ્રેલીયામાં ક્રિકેટમાં એક ઐતિહાસિક ઉપલબ્ધી ! ભારતીય ક્રિકેટ ટીમની કપરી મહેનત અને સીરીઝમાં જીત બદલ અભિનંદન.

વધુમાં તેમણે લખ્યું છે કે સીરીઝમાં કેટલાક યાદગાર પ્રદર્શન અને જોરદાર ટીમ વર્ક જોવા મળ્યું. આવનારી મેચ માટે શુભકામનાઓ.