Pakistan electricity hike/ પાક પ્રજાને લાગ્યો કરંટઃ પ્રતિ યુનિટ 43 રૂપિયે વીજળી

પાકિસ્તાનની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. દરરોજ સવાર ત્યાંના લોકો માટે એક નવો પડકાર લઈને આવે છે. પરંતુ ત્યાંની સત્તા પ્રજાને મદદ કરવાને બદલે નવા આંચકા આપી રહી છે. તાજેતરમાં પાકિસ્તાનમાં વીજળીના દરમાં વધારો થયો છે. તેના લીધે પાકિસ્તાનમાં વીજળીનો દર પ્રતિ યુનિટ 43 રૂપિયા પર પહોંચી જતા પાક પ્રજાને જબરજસ્ત કરંટ લાગ્યો છે.  

Top Stories India
Pak Electricity hike
  • વીજળી બચાવવામાં બજાર અને રેસ્ટોરાને રાતે આઠ વાગે બંધ કરવાનો નિર્ણય લેવાયો
  • ભારતમાં રહેણાક વીજબિલનો દર પ્રતિ યુનિટ 6થી 9 રૂપિયા
  • પાકના મિત્ર ચીનમાં પ્રતિ યુનિટ વીજ દર 3.30 રૂપિયા

Pak Electricity hike: પાકિસ્તાનની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. દરરોજ સવાર ત્યાંના લોકો માટે એક નવો પડકાર લઈને આવે છે. પરંતુ ત્યાંની સત્તા પ્રજાને મદદ કરવાને બદલે નવા આંચકા આપી રહી છે. તાજેતરમાં પાકિસ્તાનમાં વીજળીના દરમાં વધારો થયો છે. તેના લીધે પાકિસ્તાનમાં વીજળીનો દર પ્રતિ યુનિટ 43 રૂપિયા પર પહોંચી જતા પાક પ્રજાને જબરજસ્ત કરંટ લાગ્યો છે.  Pak Electricity hike

વિપરીત અર્થવ્યવસ્થાના પગલે પાકિસ્તાન વીજળી સંકટનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાની અખબાર ‘ધ ડોન’ના એક અહેવાલ અનુસાર, પાકિસ્તાનની નેશનલ ઈલેક્ટ્રીક પાવર રેગ્યુલેટરી ઓથોરિટીએ કરાચી શહેરમાં વીજળીના દરમાં 3.30 રૂપિયા પ્રતિ યુનિટનો વધારો કર્યો છે. આ ઉપરાંત વિવિધ ઉપભોક્તા વર્ગો માટે વીજળીના દરો 1.49 રૂપિયાથી વધારીને 4.46 રૂપિયા પ્રતિ યુનિટ કરવામાં આવ્યા છે.

નવા દરો લાગુ થયા બાદ ગ્રાહકોને 43 રૂપિયા પ્રતિ યુનિટના દરે વીજળી મળી રહી છે. તેના પર સરકાર વીજ કંપનીઓને યુનિટ દીઠ 18 રૂપિયાના દરે સબસિડી પણ આપી રહી છે. પાવર સંકટને દૂર કરવા માટે, પાકિસ્તાન સરકારે ડિસેમ્બર 2022 માં બજાર અને રેસ્ટોરન્ટને આઠ વાગ્યે બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

ભારતની સરખામણીએ પાકિસ્તાનના લોકોને વીજળી માટે લગભગ ચાર ગણી વધુ કિંમત ચૂકવવી પડે છે. ભારતમાં રહેણાંક વીજ બિલનો સરેરાશ દર 6 થી 9 રૂપિયા પ્રતિ યુનિટ છે. તે જ સમયે, વાણિજ્યિક ઉપયોગ માટે વીજળીનો દર પ્રતિ યુનિટ સરેરાશ 10 થી 20 છે. એક તરફ પાકિસ્તાનના લોકો માટે દરરોજ સવાર એક નવો પડકાર લઈને આવી રહી છે. બીજી તરફ તેમની જ સરકારને એક પછી એક આંચકો આપવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની વણસતી સ્થિતિ(પાકિસ્તાન ઈકોનોમી ક્રાઈસિસ) સામાન્ય લોકો પર આફત બની રહી છે. પાકિસ્તાની લોકોને લોટથી લઈને ડુંગળી જેવી રોજિંદી ચીજવસ્તુઓ માટે અનેક ગણી વધુ કિંમત ચૂકવવી પડે છે. પરંતુ સમસ્યાનો અહીં અંત આવતો નથી, દરેકને જરૂરી વસ્તુઓ પણ મોંઘા ભાવે મળી રહી નથી. આ ભયાનક સંકટ વચ્ચે પાકિસ્તાનની જનતા પર વધુ એક ઝટકો લાગ્યો છે. જે લોકો ખાવા-પીવા માટે અનેક ગણા પૈસા ચૂકવતા હતા તેઓ હવે મોંઘા વીજ બીલ ભરીને ગરીબ બની ગયા છે અને દિવસેને દિવસે પરિસ્થિતિ વધુ વણસી રહી છે.

લોટથી લઈને દૂધના ભાવ આસમાને પહોંચી ગયા છે

સરકારે પણ સ્વીકાર્યું છે કે દેશની આર્થિક સ્થિતિ કથળી છે. તાજેતરની સ્થિતિની વાત કરીએ તો ઘઉંની અછતને કારણે લોટની કિંમત 150 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગઈ છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં ચિકન 650 રૂપિયા પ્રતિ કિલો અને દૂધ 150 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. એલપીજી સિલિન્ડરની કિંમત 10,000 પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગઈ છે. વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાને કારણે સરકાર આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરી શકતી નથી.

પાકિસ્તાનની કથળતી જતી અર્થવ્યવસ્થાની સાથે 2022માં આવેલા પૂરના લીધે આખો દેશ બરબાદ થઈ ગયો છે. પૂરના પાણીએ પાકિસ્તાનને અત્યંત ગરીબી અને ભૂખમરા તરફ ધકેલી દીધું. બાકીનું કામ ત્યાંની સરકારની નીતિઓથી થયું. શાસકોની લોન લેવાની આદતએ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને કફોડી બનાવી દીધી છે. આજે પાકિસ્તાન 290 અબજ ડોલરના દેવા હેઠળ દબાયેલું છે.

રોકડની તંગીનો સામનો કરી રહેલું પાકિસ્તાન વિશ્વ બેંક, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) અને ઘણા દેશોને આર્થિક મદદ માટે સતત હાથ લંબાવી રહ્યું છે. પરંતુ વિશ્વ બેંકે તેને ઝાટકો આપ્યો છે. વિશ્વ બેંકે હાલમાં પાકિસ્તાનને 1.1 અબજ ડોલરની લોન આપવાનું મુલતવી રાખ્યું છે.

આ પણ વાંચોઃ

લો બોલો, હવે પતિનું પણ વિભાજનઃ બે પત્નીઓ સાથે અઠવાડિયામાં 3-3 દિવસ રહેશે

જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને ફટકોઃ ત્રણ ભત્રીજાઓ ઠાર

 થિયેટર માલિકોને ‘પઠાણ’ રિલીઝ નહીં કરવાની ધમકી, અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે શખ્સની કરી ધરપકડ કરી