Kolkata/ “કામેચ્છા પર કન્ટ્રોલ રાખો”, હાઈકોર્ટે સગીરોને કેમ સલાહ આપવી પડી?

કોલકાતા હાઈકોર્ટે સગીરોને ‘કામેચ્છા’ પર નિયંત્રણ રાખવાની સલાહ આપી છે. આ સાથે કોર્ટે છોકરાઓને પણ મહિલાઓનું સન્માન કરવાનું શીખવ્યું છે.

Top Stories India
YouTube Thumbnail 2023 10 19T152627.986 "કામેચ્છા પર કન્ટ્રોલ રાખો", હાઈકોર્ટે સગીરોને કેમ સલાહ આપવી પડી?

કોલકાતા હાઈકોર્ટે સગીરોને ‘કામેચ્છા’ પર નિયંત્રણ રાખવાની સલાહ આપી છે. આ સાથે કોર્ટે છોકરાઓને પણ મહિલાઓનું સન્માન કરવાનું શીખવ્યું છે. કલકત્તા હાઈકોર્ટે આ ટિપ્પણી સગીરાના યૌન ઉત્પીડનના મામલામાં સુનાવણી દરમિયાન કરી હતી. કોર્ટની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે જાતીય સતામણીનો ભોગ બનેલી યુવતીએ કહ્યું હતું કે, તેણે સ્વેચ્છાએ આરોપી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. કોર્ટે સગીર સાથે શારીરિક સંબંધ રાખવાના આરોપીને પણ નિર્દોષ જાહેર કર્યો છે.

મામલો પ્રેમ સંબંધી હતો. દક્ષિણ 24 પરગણા જિલ્લામાં છોકરાએ સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યો હતો. જ્યારે આ સંબંધ બન્યો ત્યારે છોકરીને ઉંમર 18 વર્ષથી ઓછી હતી. બાદમાં બંનેએ લવ મેરેજ કર્યા હતા. ભારતમાં ‘કામેચ્છા’ માટે સંમતિની ઉંમર 18 વર્ષ છે. 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી દ્વારા ‘કામેચ્છા’ માટે આપવામાં આવેલી સંમતિ માન્ય ગણવામાં આવતી નથી. તેમની સાથે ‘કામેચ્છા’ એ દુષ્કર્મમાં આવે છે. ત્યારબાદ મામલો પોલીસ અને કોર્ટમાં પહોંચ્યો હતો. સપ્ટેમ્બર 2022માં દક્ષિણ 24 પરગણા જિલ્લાની સેશન્સ કોર્ટે એક છોકરાને સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવા બદલ દોષી ઠેરવ્યો અને તેને સજા ફટકારી. આ પછી મામલો કલકત્તા હાઈકોર્ટ પહોંચ્યો હતો.

પહેલા શારીરિક સંબંધ બાંધ્યા, પછી લગ્ન કર્યા

સુનાવણી બાદ હાઈકોર્ટે સગીરને યૌન શોષણના આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. કલકત્તા હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે કિશોરવયની છોકરીઓએ તેમની ‘કામેચ્છા’ પર નિયંત્રણ રાખવું જોઈએ અને કિશોરવયના છોકરાઓએ પણ પોતાને મહિલાઓનું સન્માન કરવા માટે તૈયાર કરવું જોઈએ.

જસ્ટિસ ચિત્તરંજન દાસ અને પાર્થસારથી સેનની બેન્ચે ચુકાદો સંભળાવતા કહ્યું કે બંને સગીરોએ સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ શોષણનો કેસ નહોતો. કોર્ટે કહ્યું કે કિશોરોને જાતીયતા સંબંધિત બાબતો વિશે માર્ગદર્શન આપવાની જરૂર છે. તેની શરૂઆત ઘરથી થવી જોઈએ. માતાપિતા તેમના પ્રથમ શિક્ષક બની શકે છે. સગીરાએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેણે પોતાની મરજીના કિશોર સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બાદમાં તેની સાથે લગ્ન કર્યા હતા. સગીરાએ કહ્યું કે તે અને કિશોર ગ્રામીણ વિસ્તારનો છે અને તેઓ જાણતા ન હતા કે તેમનો સંબંધ અને લગ્ન ગુનો છે.


whatsapp ad White Font big size 2 4 "કામેચ્છા પર કન્ટ્રોલ રાખો", હાઈકોર્ટે સગીરોને કેમ સલાહ આપવી પડી?


આ પણ વાંચો: Expressway/ એક જ એક્સપ્રેસવેથી પાંચ રાજ્યોની કિસ્મત પલ્ટાશે

આ પણ વાંચો: Israel Hamas War/ હિઝબુલ્લાના અમેરિકા પર પ્રહાર! સીરિયામાં યુએસ સૈન્ય બેસ પર રોકેટ હુમલો

આ પણ વાંચો: Uttar Pradesh/ રાહુલે માતા સોનિયા ગાંધીને એવી ગિફ્ટ આપી કે,મામલો સીધો કોર્ટ પહોંચ્યો, વાંચો વિગતો