Not Set/ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર CM રૂપાણીએ કરી આ મોટી જાહેરાત

‘યોગ ફોર હાર્ટ કેર’ની થીમ સાથે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ પાંચમા વિશ્વ યોગ દિવસે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં યોગ અભ્યાસ કર્યો હતો. યોગને ગુજરાતનાં ઘર ઘર સુધી પહોંચાડવા માટે મુખ્યમંત્રી રુપાણી દ્રારા યોગ મામલે વિશેષ જાહેરાત કરવામા આવી હતી. મુખ્યમંત્રી દ્રારા ગુજરાતમાં .યોગ બોર્ડનાં ગઠન કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં યોગ સાધના અને […]

Ahmedabad Top Stories Gujarat Health & Fitness Lifestyle
Yoga day imgpr આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર CM રૂપાણીએ કરી આ મોટી જાહેરાત

‘યોગ ફોર હાર્ટ કેર’ની થીમ સાથે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ પાંચમા વિશ્વ યોગ દિવસે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં યોગ અભ્યાસ કર્યો હતો. યોગને ગુજરાતનાં ઘર ઘર સુધી પહોંચાડવા માટે મુખ્યમંત્રી રુપાણી દ્રારા યોગ મામલે વિશેષ જાહેરાત કરવામા આવી હતી. મુખ્યમંત્રી દ્રારા ગુજરાતમાં .યોગ બોર્ડનાં ગઠન કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં યોગ સાધના અને સ્વસ્થ જીવન માટે જન જન સુધી યોગના પ્રચાર પ્રસાર માટે  ગુજરાતમાં રાજ્ય યોગ બોર્ડની રચના કરવવામાં આવશે.

1561091343552 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર CM રૂપાણીએ કરી આ મોટી જાહેરાત

અમદાવાદમાં ઉજવાઇ રહેલા ગુજરાત રાજ્ય લેવલનાં વિશ્વ યોગ દિવસ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી પણ મુખ્યમંત્રી રુપાણી સાથે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. તો CM અને રાજ્યપાલ સાથે અમદાવાદના મેયર બીજલબેન પટેલ પણ વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

CM રૂપાણીએ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આ જાહેરાત……. 

પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનાં પ્રશંગે રાજ્યપાલ નલિન કોહલી દ્રારા જણાવવામાં આવ્યું કે “યોગ” ભારતની વિશ્વને અનોખી ભેટ છે. યોગનાં માધ્યમથી 100 વર્ષ સુધી નિરોગી જીવન જીવી શકાય છે. પ્રાચીન ૠષિઓએ આપણને આ યોગ શક્તિની ભેટ આપી છે. પ્રાચીન ભારતીય ચિકિત્સામાં યોગનું મહત્વ ઉચ્ચ કોટીનું માનવામા આવે છે. યોગ માનસિક અને શારીરિક બન્ને ક્રિયા છે. યોગ વિદ્યાના 8 અંગ છે જેને અષ્ટઆંગ યોગ કહેવાય છે. તો રાજ્યપાલ દ્રારા ભારત આજે પોતાનું પ્રાચીન જ્ઞાનનું ભૂલી રહ્યા હોવાને ચિંતાનો વિષય જણાવ્યો હતો.

રાજ્યપાલ નલિન કોહલીનું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સંબોધન

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.